જયારે લોકો સ્મશાનને બદલે હોસ્પિટલ પહોચ્યા..

જયારે લોકો સ્મશાનને બદલે હોસ્પિટલ પહોચ્યા..

Mysamachar.in-અમરેલી:

મધમાખીના ડંખ અને ત્રાસ વિષે તો સાંભળ્યું જ હશે, પણ અમરેલીમાં એવી ઘટના બની કે મધમાખીના ઝુંડે હુમલો કરતા સ્મશાનયાત્રામાં ભાગાદોડી મચી ગઈ હતી, અમરેલીના લીલીયામાં ચાલુ સ્મશાનયાત્રા પર ઝેરી મધમાખીના ઝુંડે અચાનક હુમલો કરી દેતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો, શબવાહીનીમાં મૃતદેહને છોડી સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો ભાગવા લાગ્યા હતા. પરંતુ મધમાખીઓ પાછળ પડતા 20થી 25 લોકોને ડંખ માર્યા હતા. આથી લોકોને સ્મશાનના બદલે 108 મારફત હોસ્પિટલે પહોંચવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં લોકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.