ખંભાળિયા પાસે અકસ્માતમાં બે મોટરસાઇકલ ચાલકોના કરૂણ મોત

ખંભાળિયા પાસે અકસ્માતમાં બે મોટરસાઇકલ ચાલકોના કરૂણ મોત

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના અને સણખલા ગામના બે યુવાનો પોત-પોતાનું મોટરસાઇકલ લઈને ખંભાળિયા તરફ આવી રહ્યા હતા, ત્યારે સામેથી આવતા ટ્રકચાલકે બંને યુવકોને અડફેટે લેતા આ ગોજારા અકસ્માતના બનાવમાં બંને યુવકોના કરુણ મોત નિપજતા મૃતકના પરિવારમાં ઘેરાશોકની લાગણી જન્મી છે,

અકસ્માતના બનાવની જાણે વિગત એમ છે કે, ભાણવડના દિપક વારસાખીયા અને સણખલા ગામના ભીખાભાઈ નંદાણીયા પોતાનું મોટરસાઇકલ લઈને ખંભાળિયા તરફ આવી રહ્યા હતા. ત્યારે જોગાનુજોગ બંને મોટરસાઇકલ ચાલકોને ભાણવડ રોડ પર કોટડીયા ગામના પાટીયા પાસે બેફામ ગતિથી દોડતા ટ્રકચાલકે અડફેટે લેતા બંને યુવકોને ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યા હતા. અકસ્માતના બનાવમાં નાસી છૂટેલ ટ્રક ચાલક સામે પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.