Mysamachar.in-જામનગર:
જિલ્લા કલેકટર જામનગર દ્વારા રચાયેલ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા જામનગરના ઔદ્યોગિક તથા શહેરી વિસ્તારોમાં કરવામાં આવેલ બાળ મજૂરી પ્રથા નાબુદી ધારા હેઠળની કાર્યવાહી દરમિયાન મુક્ત કરાયેલ બાળ શ્રમયોગીઓ વાળી સંસ્થાઓ સામે સરકારી શ્રમ અધિકારી, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી જામનગર દ્વારા દાખલ કરવામાં આવેલ ફોજદારી કેસો અન્વયે નામદાર મજુર અદાલત જામનગર દ્વારા નિજાનંદ નાસ્તા ભુવન, પ્લોટ નં ૪૮૭, દુકાનનં.૮, જી.આઇ.ડી.સી. ફેઝ-૨, દરેડને રૂ/-૧૫,૦૦૦ દંડ, એચ.આર. એન્ડ સન્સ, પ્લોટ નં.બી/૨, એમ.પી.શાહ ઉદ્યોગનગરને રૂ/- ૬૦,૦૦૦ દંડ તેમજ રઘુવંશી બ્રાસ ૩૬૧/૧૧, હરીભાઇનીવાડી, શંકર ટેકરી ઉદ્યોગનગર, રૂ/-૧૨,૫૦૦ દંડની રકમ ગુન્હો કબુલાત શિક્ષા કરવામાં આવેલ છે.વધુમાં મદદનીશ શ્રમ આયુક્ત જામનગર દ્વારા જામનગરના ઔદ્યોગિક તથા વાણિજ્યની સંસ્થાઓના માલિકોને બાળશ્રમિકોને કામ પર ન રાખવા અપીલ પણ કરવામાં આવી છે.