૧૬ સપ્ટેમ્બર થી ગુજરાતમાં લાગુ થશે આ નિયમો...

૧૬ સપ્ટેમ્બર થી ગુજરાતમાં લાગુ થશે આ નિયમો...

Mysamachar.in-ગાંધીનગર:

રાજ્ય સરકારે ગુજરાતના વાહન ચાલકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા મોટર વ્હીકલ એક્ટ 2019માં વધારાને કારણે રાજ્ય સહિત દેશના અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે. અને 16 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં આ નિયમ લાગુ થશે,ટ્રાફિકના ગુનાઓના નિયંત્રણ માટે સરકાર દ્વારા ટ્રાફિકના ગુનાઓની તમામ કામગીરી પેમેન્ટ સહિત ડીજીટલ સ્વરૂપે બનાવવાનું નક્કી કરેલ છે.આ તમામ ગુનાઓની વિગત ઓટોમેટીક આર.ટી.ઑ. અને પોલીસના ડેટાબેઝમાં અપડેટ થઈ જશે. જેથી ટ્રાફિકનો ગુનો કરનાર કોઈપણ ઇસમો છટકી શકશે નહી. કોઈપણ વાહન માલિક ઈલેક્ટ્રોનીક સ્વરૂપે દસ્તાવેજો રજૂ કરે તો પોલીસ આરટીઓ અધિકારીઓએ આ દસ્તાવેજો માન્ય રાખવાના રહેશે. જેમાં લાઇસન્સ, આર સી બુક, પીયૂસી, વીમો જેવા દસ્તાવેજો મામલે પહેલીવારનો દંડ રૂપિયા 500 યથાવત રાખવામાં આવ્યો છે. બીજી વારના દંડમાં રૂપિયા 1500ના બદલે  1000 લાગશે, અડચણ રૂપ પાર્કિગ, કાચ પર ડાર્ક ફિલ્મ, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવામાં પણ આ જ પ્રકારે દંડ લાગુ થશે. આ સિવાય પણ....


-હેલ્મેટ ન પહેરવા સામે રૂપિયા 1000ના દંડની જોગવાઈ સામે રાજ્ય સરકારે રૂ. 500 નો દંડ નક્કી કર્યા
-સીટ બેલ્ટ ન બાંધવા વાળાને પણ રૂપિયા 1000ના બદલે રૂપિયા 500નો દંડ થશે 
-ટ્રિપલ સવારી કરનાર ને રૂપિયા 1000ના બદલે ફક્ત 100 રૂપિયા દંડ રહેશે
-વધુ ઝડપે વાહન ચલાવનાર સામે રૂપિયા 2000ના બદલે રૂપિયા 1500 દંડ લાગશે
-રજીસ્ટ્રેશન વગરના વાહન પર રૂપિયા 5000ના બદલે રૂપિયા 1000 થી 3000નો દંડ થશે
-લાયસન્સ વગર વાહન ચલાવનાર ને રૂપિયા 5000ના બદલે ટુ વ્હીલર માટે રૂપિયા 1000, થ્રિ    વ્હીલર માટે રૂપિયા 2000 જ્યારે ફોર વ્હીલર માટે રૂપિયા 3000 નો દંડ નક્કી કરાયો