હાપા જલારામ મંદિરનુ અનોખુ કાર્ય

હાપા જલારામ મંદિરનુ અનોખુ કાર્ય

Mysamachar.in-જામનગર:

જામનગરમાં કાતિલ ઠંડીના કારણે ફૂટપાથ ઉપર અથવા ખુલ્લામાં રાતવાસો કરતાં ગરીબ લોકો માટે હાપા સ્થિત જલારામ મંદિરમાં રેનબસેરાની સુવિધા શરૂ કરવામાં આવી છે,જે ગરીબો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે અને રહેવા સાથે ભોજનની પણ અનેરી સુવિધા પૂરી પાડવામાં આવે છે,

ગરીબ લોકો ઘરવિહોણા હોવાની,ખુલ્લા જમીનમાં કે પ્લોટમાં કે ફૂટપાથ પર અથવા કોઈ દુકાનના ઓટલે રાતવાસો કરતાં હોય છે.પરંતુ હાલમાં કાતીલ ઠંડી પડતી હોવાથી આવા ગરીબોનો રાત પસાર કરવી મુશ્કેલ બને છે,જરૂરિયાતમંદ માટે હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઑ મસીહા બન્યા છે અને જલારામ મંદિરના વિશાળ હૉલમાં ગાદલા,ગોદળા સાથેના ખાટલા બિછાવી ગરીબો માટે રાતવાસો કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે,

આટલાથી પૂરતુ ના હોય તેમ ગત રાત્રે જલારામ મંદિરના ટ્રસ્ટી,સેવાભાવીઑ વાહન સાથે સમગ્ર જામનગર શહેરમાં ફર્યા હતા અને ફૂટપાથ ઉપર ઉંઘી રહેલા લોકોને પોતાના વાહનમાં બેસાડી હાપા મંદિરે રાતવાસો કરવા લઈ ગયા હતા,

આ સેવાકીય કાર્યમાં લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ,રમેશભાઈ દત્તાણી,ચંદ્રવદન ત્રિવેદી,અશોક ભદ્રા,મનોજભાઇ ભટ્ટી,દર્શન ઠક્કર સહિતનાઓ પણ જોડાયા હતા.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.