વિચિત્ર કિસ્સો:મારા પતિ સાથે શારીરિક સબંધ રાખ નહિ તો....

વિચિત્ર કિસ્સો:મારા પતિ સાથે શારીરિક સબંધ રાખ નહિ તો....
symbolic image

Mysamachar.in-અમદાવાદ

સામાન્ય રીતે લગ્નજીવન બાદ પતિના અન્ય સ્ત્રી સાથે સબંધો હોય તો પત્નીને પસંદ આવતું નથી, અને સ્વાભાવિક છે કે ના પણ આવે...પરંતુ અમદાવાદમાં એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં ખુદ તેના પત્ની સાથે શારીરિક સબંધો બાંધવા પાડોશી મહિલાને મજબુર કરી રહ્યાની અને એસીડ અટેકની ધમકી આપવાનો મામલો પોલીસ સુધી પહોચતા પોલીસ પણ વિચારતી થઇ જવા પામી હતી,

ઇસનપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં 38 વર્ષની મહિલા તેના પતિ સાથે છૂટાછેડા બાદ તેના પુત્ર સાથે રહે છે. પાડોશમાં રહેતી મહિલા સાથે તેને સારા સંબંધો હતા. થોડા દિવસ પહેલા પાડોશની મહિલા તેના ઘરે આવી હતી અને તું મારા પતિ સાથે કેમ સંબંધ નથી રાખતી કહીને તેની સાથે ગાળાગાળી કરી હતી. આ ઉપરાંત તેણે એસિડ ફેંકીને ચહેરો બાળી દેવાની ધમકી પણ આપી હતી ધૂળેટીના દિવસે ફ્લેટના સભ્યો પાર્કિંગમાં ધૂળેટી રમતાં હતા.

દરમિયાન ફરિયાદી મહિલાના પાડોશમાં રહેતી મહિલા હાથમાં એસિડની બોટલ લઈને આવી હતી અને ફરિયાદીને કહ્યું હતું કે, "તને મેં મારા પતિ સાથે શારીરિક સંબંધ રાખવા કહ્યું હતું તો કેમ રાખતી નથી?" આવું કહીને મહિલાએ ફરિયાદી પર હાથમાં રહેલી બોટલમાંથી એસિડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા ત્યાંથી દોડી ઘરમાં જતી રહી હતી. આ દરમિયાન મહિલાના પતિએ પણ ઊંચી પહોંચ ધરાવતા હોવાનું જણાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે.