mysamachar.in-જામનગર
મહિલા સાથે આડા સબંધ રાખવા મામલે સિક્કાના યુવાને ઠપકો આપતા બે શખ્સોએ આ યુવાનની ગળે ટૂંપો આપી હત્યા કરી આ બનાવને અકસ્માતમાં ખપાવવાના ચકચારી હત્યા કેસમાં આજે જામનગરની અદાલતે બંને આરોપીને આજીવન સજાનો હુકમ કર્યો છે,
પ્રાપ્ત થઇ રહેલ માહિતી પ્રમાણે સિક્કાના અસલમ અબ્દુલ શેખ નામના યુવકે મહિલા સાથે આડા સબંધ રાખવા મામલે સુરેશ ઠાકોર અને ચંદ્રસિંહને ઠપકો આપી આ સંબંધ તોડી નાખવા કહ્યું હતું અને મહિલાને પણ પોતાના ઘરે આવવાની મનાઈ ફરમાવી હતી.અસલમે કરેલ આ વાત હત્યા નીપજાવનાર બને શખ્સોને ન ગમતા તેનો ખાર રાખીને ગત ૧ જાન્યુઆરી ૨૦૧૪ ના રાત્રિના સમયે સિક્કા યાર્ડ પાસે અસલમ શેખ પસાર થઈ રહ્યો હતો,ત્યારે બંને શખ્સોએ ત્યાં આવીને અસલમને મફલર વડે ગળેટૂંપો આપી ચહેરા પર પથ્થરો મારી આ બનાવને અકસ્માતમાં ખપાવવા રેલવે પાટા પાસે લાશને છોડીને નાસી ગયા હતા,
દરમિયાન આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ જામનગરની સેસન્સ અદાલતમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ અજય પટેલ દ્વારા ૨૬ મૌખિકપુરાવાઓ,૪૫ જેટલા લેખિત પુરાવાઓ સાથેની રજૂઆતના અંતે બંને આરોપીઓને આજીવન કેદ અને દંડ ની સજા ફટકારવાનો હુકમ કરવામાં આવ્યો છે.