બૌધિસત્વ ફાઉન્ડેશન દ્વારા મિશન ખાખી અંતર્ગત મૉક ટેસ્ટ યોજાઈ

બૌધિસત્વ ફાઉન્ડેશન દ્વારા મિશન ખાખી અંતર્ગત મૉક ટેસ્ટ યોજાઈ

mysamachar.in-જામનગર

ગઈકાલે બોદ્ધિસત્વ ફાઉન્ડેશન જામનગર દ્રારા મિશન ખાખી 2018 અંતર્ગત સનરાઇઝ સ્કુલ ખાતે મોકટેસ્ટનું આયોજન કરવામા આવેલ હતુ,જે પરીક્ષાનો મુખ્ય હેતુ આવનારી કોન્સ્ટેબલ ની ભરતી ની પરિક્ષાથી વિદ્યાર્થીઓ ખુબ સારી રીતે વાકેફ થાય તેવો હતો,

સાથે જ સંસ્થા દ્વારા આ પરીક્ષાઓ માટે તૈયારી કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો પણ હતો જેમા પ્રથમ આવનાર વિદ્યાર્થીને 5000 બીજા નંબરે આવનાર ને 3000 અને ત્રીજા ક્રમે આવનારને 1000 રોકડ પુરસ્કાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યા હતા,ગઈકાલે યોજાયેલ..

આ પરીક્ષામાં કુલ 150  જેટલા જામનગર જીલ્લા ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગઈકાલે લેવામાં આવેલ પરીક્ષાનું ઇનામ માર્ક્સ 9 ડિસેમ્બર સાંજે 4 થી 5 આંબેડકર ભવન સાત રસ્તા સર્કલ પાસે જામનગર ખાતે થી જાહેર કરવા મા આવશે તેમ સંસ્થાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.