સુરેન્દ્રનગર:થાનગઢ નજીક દિનદહાડે લાખોની લુંટ...

સુરેન્દ્રનગર:થાનગઢ નજીક દિનદહાડે લાખોની લુંટ...

mysamachar.in-સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરનજીક ખરેબપોરે લુંટની ઘટનાને અંજામ આપવામાં આવતા સમગ્ર જીલ્લાની પોલીસ દોડતી થઇ ગઈ છે,અને સમગ્ર જિલ્લામાં તેમજ આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી ને લુંટારાઓ નું પગેરું મેળવવા કવાયત હાથ ધરાઈ રહી છે,

મળતી વિગતો પ્રમાણે સુરેન્દ્રનગર ના મૂળીના રાણીપાટ ગામનો દૂધમંડળીનો માણસ થાનગઢ એસબીઆઈ બેંકમાં થી મંડળીના ૧૪ લાખ ઉપરાંતની રકમ ઉપાડી ને પોતાના ગામે જતો હતો ત્યારે થાનગઢના ઊડવી પાસે મરચાની ભુકીને બે શખ્સો ચલાવી રોકડ રકમની લુંટ કરીને પલાયન થઇ જતા ડીવાયએસપી અને સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી જઈ ને વધુ તપાસ ચલાવી રહ્યા છે.