Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમા ચાલી રહેલા ક્રિકેટના સટ્ટાનો એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે,હવાઈચોક નજીક ભાનુશાળીવાડમા આવેલા રાજેશ ઈશ્વરલાલ જોઇશર નામનો શખ્સ રહેણાક મકાને ઇસમો કેપીએલ ૨૦-૨૦ ટુનામેન્ટની મેચો ટી.વી.માં નીહાળી સેસન તથા મેચના હારજીતના પરિણામો અંગે ક્રિકેટનો સટ્ટો રમતા રોકડ રૂ. ૧૪.૨૦૦/- તથા ટી.વી. મોબાઈલ ફોન વિગેરે મળી કુલ કિ.રૂ. ૪૭.૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓ રાજેશ ઇશ્વરલાલ જોઇસર, રાજેશ બચુભાઈ હરવરા પકડી પાડી તેઓ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ક્રિકેટ નો ડબ્બો ચલાવનાર પકડવાનો બાકી ઇસમો
-૬૦-વિનુભાઇ રે. જુનાગઢ
-૫૦-જીતુભાઈ પટેલ રે.ગોકુલનગર,જામનગર
-પી.ઑ.એન.પોન્ટીગ રે.જામનગર
-જે.જે. જીતુ રે.જુનાગઢ
-આર.એમ.એસ. રમેશ રે.જામનગર
-બી.જે. બકુલ જુનાગઢ
-પી.બી.ટી. પ્રભાત રે.જામનગર
-એમ.એસ.મહેશ રે.જામનગર