Mysamachar.in-જામનગર:
આજના સમયમાં ઓનલાઈન અને સસ્તું મેળવવાની લત લોકોને એટલી હદે લાગી ચુકી છે, તેના કારણે બરોબરના ફસાવવાનો વારો આવે છે, અને છેતરપીંડીનો ભોગ પણ બને છે, જામનગરમાં પણ એક યુવક આ જ રીતે બુલેટબાઈક ખરીદવા જતા છેતરપીંડીનો શિકાર થયાની ફરિયાદ નોંધાઈ છે, જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે એસ્સાર કંપનીમાં નોકરી કરતા અને શરુ સેક્શન રોડ પર વસવાટ કરતા રાકેશ પટેલ નામના યુવકે ફેસબુક મારફતે બુલેટ બાઇક વેચવાની જાહેરાત જોઇ તેણે તે નંબરનો સંપર્ક કરતા સામેવાળનું નામ મનજીતસીંઘ હોવાનું અને તેનો મોબાઇલ નં-૯૬૨૫૬ ૬૨૩૮૭ પર વોટસ એપથી વાતચીત કરી રૂ. ૧,૦૮,૦૦૦/- માં સોદો નકકી કરી પેટીએમ વોલેટ નં-૯૬૨૫૬ ૬૨૩૮૭ પર પૈસા ટ્રાન્સફર કરી મોબાઇલ નં- ૯૬૨૫૬ ૬૨૩૮૭ તથા ૭૦૪૨૭ ૮૩૦૫૫ સ્વીચ ઓફ કરી બુલેટ કે પૈસા પરત નહી આપી છેતરપીંડી આચર્યાની ફરિયાદ સીટી બી ડીવીઝનમાં નોંધાયા બાદ તપાસ સાઈબર સેલ ને સોંપવામાં આવી છે.