જામનગરમાં LCBને મળી આવી બાતમી અને પછી થયું આવું..

જામનગરમાં LCBને મળી આવી બાતમી અને પછી થયું આવું..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઇંગ્લિશ દારૂનું દુષણની સાથે જુગારનું પણ પ્રમાણ વધ્યું છે. પોલીસ જે રીતે ગત દિવસોમાં મોટા પાયે ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી રહી છે અને ઘોડી-પાસા સહિત જુગાર પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેવામાં એક મકાનમાં LCB એ દરોડા પાડીને જુગારનો અખાડામાંથી વેપારી સહિત ૪ શખ્સોને ઝડપી લીધા છે અને દરોડા દરમિયાન એક શખ્સ નાસી જતા ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી છે,

જામનગર નીલકમલ સોસાયટી પાછળ આવેલ આશાપુરા સોસાયટીમાં નરેન્દ્રસિંહ જાડેજા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે LCB ની ટીમ જ્યારે દરોડા પાડવા ગઈ ત્યારે મકાન માલિક ખુદ નરેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઈ વઘોરા, વેપારી એવા અરજણભાઈ કરમૂર અને લાલપુરના પ્રદ્યુમનસિંહ જાડેજા ને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા દરોડા દરમિયાન LCBથી નજર ચૂકવીને નાઘેડી પાટીયા પાસે રહેતા રાણશી ગઢવી ફરાર થઇ ગયો હતો. LCB ની ટીમે સ્થળ પરથી રોકડ રકમ સહિત વાહનો મળીને કુલ ૨.૬૨ લાખનો મુદ્દામાલ કબજે કરીને તમામને સીટી-સી પોલીસને હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.