એસ્સારે બાંધકામ મંજુરી લીધી છે કે નહી?

એસ્સારે બાંધકામ મંજુરી લીધી છે કે નહી?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગરના પાડોશી દ્વારકા જિલ્લામા જેનો વધુ હિસ્સો આવેલો છે, તેવી એસ્સાર કંપની એ જે-જે ગામડાઓમાંથી જમીન ખરીદી છે, તેમા બાંધકામ કે ઇન્સ્ટોલેશનની મંજુરી લગત સતામંડળ પાસેથી લેવામા આવી છે કે કેમ? તે બાબતે દ્વારકા જિલ્લા પંચાયત અજાણ છે એવુ ચિત્ર અધીકારીના એક પ્રશ્ર્ન સંદર્ભેની માહિતિ ઉપરથી ચિત્ર ઉપસે છે,ખંભાળીયા તાલુકાના કજુરડા, નાના માંઢા, પરોડીયા, મોટા માંઢા વગેરે ગામોમાથી સરકારી  ખરાબા,  ગૌચર,ખાનગી જમીન વગેરે મળીને,૨ લાખથી વધુ ચો.મી. ખરીદી એટલે કે પંચાયત અને  રેવન્યુએ એસ્સારને લાણી કરી છે(એ વાત અલગ છે કે સામાન્ય અરજદાર ને પગે પાણી ઉતરે ત્યારે મળે કે અમુક કેસમા બીજી પેઢીને મળે એવુ બને છે)

હવે આ બધી જ જમીનમા સર્વે નંબરના અભિપ્રાય અને લે આઉટ મુજબ જ બાંધકામ કર્યુ છે કે કેમ અને લગત સતા કે સતામંડળ પાસેથી મંજુરી લીધી છે કેમ તેની વિગતો માંગવામા આવી છે, તેમ નાયબ જિલ્લા વિકાસ અધીકારીએ એક સરકારી મીટીંગમા જણાવ્યુ હતુ  મતલબ કે એમને ખબર જ નથી કે બાંધકામ મંજુરી લેવાય છે કે કેમ? ઉલ્લેખનીય છે કે અગાઉ  બેડમા એક ઔદ્યોગીક એકમે મંજુરી વગર લેબર કોલોની ખડકી દીધેલી બાદમા કોઇના પુછવાથી લગત સતામંડળે માત્ર નોટીસ પાઠવેલી જોકે બાદમા અમુક રકમ ભરપાઈ થયાનુ બિનસતાવાર ચર્ચાતુ પરંતુ એ નક્કી કે એ મંજુરી ન હોવા છતા તોડી પડાયુ ન હતુ ,તેનુ કારણ શુ હોય એ તો વખતો-વખતના  લગત અધીકારીઓ જ જણતા હશે.