ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીઓ યુવકો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઇ

ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીઓ યુવકો સાથે દારૂની મહેફિલ માણતા ઝડપાઇ

Mysamachar.in-અમદાવાદ:

ઉચ્ચ અભ્યાસ કરતી યુવતીઓ અને તેના યુવક મિત્રો કોલેજનો અભ્યાસ પૂરો થતો હોવાથી એક ફેરવેલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાર્ટીમાં દારૂની મહેફિલનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને યુવતી સહિત છ લોકોને અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવતા ચકચાર જાગી છે,

આ દારૂની મહેફિલની મળતી વિગત મુજબ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાં ચાર યુવતીઓ અને તેના બે મિત્રો દારૂ ની મહેફિલ માણતા હોવાની પોલીસને જાણ થતા આ તમામની આજે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

પોલીસની પ્રાથમિક તપાસમાં આ કોલેજીયન યુવતીઓ ફેશન ડિઝાઈનિંગ નો ઉચ્ચ અભ્યાસ કરતી હોય અને કોલેજનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો હતો જે સંદર્ભે આ ફેરવેલ પાર્ટીમાં મોજ મજા કરવા માટે દારૂ પણ મંગાવવામાં આવ્યો હતો અને દારૂની મહેફિલ માણતા ચાર યુવતીઓ સહિત 6 લોકો રંગેહાથ ઝડપાયા હતા, આમ આજના યુવકો અને યુવતીઑ પોતાના મોજશોખ માટે કોઈને કોઈ બહાનું શોધીને દારૂ સહિતના નશીલા પદાર્થના સેવન માટે પાર્ટી રાખીને મોજમજા કરતા હોવાના અનેક બનાવ સામે આવ્યા છે,જ્યારે ઉચ્ચ અભ્યાસ કરતી ૪ યુવતી સહિત ૬ લોકો મહેફિલ માણતા ઝડપાતા શિક્ષણજગતમાં ચકચાર જાગી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.