Mysamachar.in-ગાંધીનગરઃ
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)એ રાજ્યના વિવિધ 22 વિભાગો માટે 1457 ખાલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જીપીએસસીના એક્ઝામ કેલેન્ડર પ્રમાણે આ વર્ષની છેલ્લી ભરતી રહેશે. ઉમેદવારો આ જગ્યાઓ માટે 26 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરી શકશે. જાહેર કરાયેલી ભરતીમાં 7 વિભાગો માટે અનુભવ માગવામાં આવ્યા છે. આ તમામ જગ્યાઓ પર ભરતી માટે પ્રાથમિક કસોટી માટેની શરૂઆત માર્ચ, 2020થી શરૂ થશે. જ્યારે પરીક્ષાનો છેલ્લો તબક્કો વિવિધ વિભાગોમાં અલગ અલગ રહેશે, જે ડિસેમ્બર, 2020 સુધી ચાલશે. ગાયનેકોલોજિસ્ટ માટે 274, એનેસ્થેટિકની 132, ગુજરાત શિક્ષણ સેવા (વહિવટી શાખા) વર્ગ 2 માટે 141 જગ્યાઓ રાખવામાં આવી છે. આ સિવાય પણ અન્ય કેટલીક જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. તો લાયકાત, અનુભવ તથા અન્ય માહિતી માટે GPSCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી.