રાઘવજી પટેલ સહિતના ચાર ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ..

રાઘવજી પટેલ સહિતના ચાર ધારાસભ્યો આવતીકાલે લેશે શપથ..

Mysamachar.in-ગાંધીનગર

ગુજરાતમાં લોકસભાની સાથે-સાથે વિધાનસભાની  4 સીટો પર પેટાચૂંટણી યોજાઇ હતી.રાજ્યમાં 26એ 26 લોકસભાની સીટો તો ભાજપે હાંસલ કરી હતી, તેવી રીતે પેટાચુંટણીની ચારેય વિધાનસભા બેઠકો કબજે કરવામા પણ ભાજપ સફળ રહ્યું છે,ત્યારે પેટાચૂંટણીમાં ચૂંટાઈને આવેલા ભાજપના ચારેય  ધારાસભ્યો આવતીકાલે સવારે શપથ લેશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાજપના ચારેય નવા ચૂંટાયેલા ધારાસભ્યોને ગોપનીયતાના શપથ લેવડાવશે.શપથ લેશે તે ધારાસભ્યોમા  ધ્રાંગધ્રા બેઠકના પરસોતમ સાબરિયા, ઊંઝા બેઠકના આશાબેન પટેલ, માણાવદર બેઠકના જવાહર ચાવડા અને જામનગર ગ્રામ્ય બેઠકના  રાઘવજી પટેલ નો સમાવેશ થાય છે.