કાર્યપાલક ઈજનેરએ કોન્ટ્રાક્ટરો પાસેથી ૧% કમિશન લઇ લઈને આટલા કર્યા એકઠા..

કાર્યપાલક ઈજનેરએ કોન્ટ્રાક્ટરો પાસેથી ૧% કમિશન લઇ લઈને આટલા કર્યા એકઠા..

mysamachar.in-સુરેન્દ્રનગર:

એસીબી દ્વારા ગત તારીખ ૧૪ નવેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા નિગમ,સૌરાષ્ટ્ર પેટા વિભાગના વર્ગ એક ના અધિકારી કાર્યપાલક ઈજનેર મહેશ ધનજીભાઈ પટેલ  સામે લાંચ લેવાનો ગુન્હો દાખલ કર્યા બાદ એસીબી દ્વારા નિયમ મુજબ તેના નિવાસસ્થાનો પર અંગઝડતી ની તપાસોનો દૌર આગળ ધપાવવામાં આવ્યો હતો,

જે તપાસ દરમિયાન મલાઈખાઉ કાર્યપાલક ઈજનેર પટેલ ના અલગ અલગ નિવાસસ્થાનો પરથી ૪૬૨૦૮૭૦/- ની રોકડ રકમ એસીબીને તપાસ દરમિયાન હાથ લાગી હતી,જે રકમ અંગે એસીબી દ્વારા પટેલની પૂછપરછ કરવામા આવતા લાંચિયા કાર્યપાલક ઈજનેર એ આ રકમ કોન્ટ્રાક્ટરો પાસેથી ૧% કમિશન પેટે મેળવી હોવાનું સામે આવતા એસીબી એ લાંચિયા કાર્યપાલક ઈજનેર વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો વધુ એક ગુન્હો દાખલ કર્યો છે,

આ મામલાની તપાસ એસીબી મદદનીશ નિયામક,રાજકોટ એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી.એમ.ટાંક ચલાવી રહ્યા છે.