પૈસા નહિ આપતો તને પતાવી દેશું...

પૈસા નહિ આપતો તને પતાવી દેશું...

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમા છેલ્લા કેટલાક સમયગાળાથી વ્યાજખોરીનું દુષણ વધી રહ્યું છે, તેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે, હવાઇચોક ટીંબાફળી વિસ્તારમાં રહેતા અને નોકરી કરતા સાગર ઉમેશભાઈ કનખરાએ પીન્ટુભાઈ, રમાબેન, ભરત કનખરા અને રોહિત ચૌહાણ પાસેથી વ્યાજે ૨.૫૦ લાખ ચારેય પાસેથી અલગ અલગ વ્યાજે લીધેલી હતી જેનું કોઈ લેખિત દસ્તાવેજ કરેલ ના હોય છતાં પણ ચારેય વારાફરતી આવી અને સાગરને પૈસા નહિ આપે તો પતાવી દેવાની ધમકી આપતા હોય અંતે કંટાળી જઈને સાગર કનખરાએ આ મામલે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.