બહુમતી હોવા છતાં સિક્કા નગરપાલિકામા કોંગ્રેસ એ ગુમાવી સત્તા..

બહુમતી હોવા છતાં સિક્કા નગરપાલિકામા કોંગ્રેસ એ ગુમાવી સત્તા..

mysamachar.in-જામનગર

જામનગરના સિક્કા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ આજે પૂર્ણ થઇ રહી હોય નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ની આજે ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસ પાસે સભ્યોની બહુમતી હોવા છતાં પણ સતા ગુમાવી બેસવાનો વારો કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઊઠવા સાથે અનેક તર્કવિતર્ક અને ચર્ચાઓ રાજકીય આલમમાં જાગી છે,

સિક્કા નગરપાલિકા ના કુલ ૭ વોર્ડ અને ૨૮ સભ્યો છે,જેમાંથી ગત ચુંટણીમાં ૧૨ સભ્યો ભાજપના જયારે ૧૬ સભ્યો કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા હતા અને ગતટર્મ મા આ નગરપાલિકા કોંગ્રેસના નેતૃત્વવાળી રહી હતી,પણ આજે અઢીવર્ષની ટર્મ પૂર્ણ થતા યોજાયેલ ચુંટણીમાં પૂર્ણ બહુમતી હોવા છતાં નેતાગીરી મા સંકલન ના અભાવે સિક્કા નગરપાલિકા પરથી કોંગ્રેસ એ કબજો ગુમાવી દેવાનો વારો આવતા કોંગ્રેસની નેતાગીરી સામે સવાલો ઊઠવા સ્વાભાવિક જ છે,

આજની પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના ૧૬ માંથી ૫ સભ્યો ગેરહાજર રહ્યા હતા,ભાજપના પ્રમુખપદના ઉમેદવાર શિવપુરી ગૌસ્વામીને ૧૨ મત ભાજપના જયારે ૧ મત કોંગ્રેસનો મળતા તે ચૂંટાઈ આવ્યા,જયારે ઉપપ્રમુખ કુલસુમબેન બેલાઈ ને પણ આ જ રીતે ૧૩ મત મળતા સિક્કા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે,
આમ એક તરફ સતા મેળવવા હવાતિયા મારતી કોંગ્રેસ જ્યાં પોતાનું શાશન છે તે પણ ટકાવી રાખવામાં વામણી પુરવાર થઇ રહી હોય તેમ આજની સિક્કા નગરપાલિકાની ચૂંટણી બાદ લાગી રહ્યું છે.

સતા ગુમાવી બેસવા અંગે શું કહે છે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ 
સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસના સભ્યોની બહુમતી છતાં પણ સતા પરિવર્તન થતા આ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ ની mysamachar.in દ્વારા પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો એ કહ્યું કે ખાનગી કંપનીઓમાં કામ અને લેવડ દેવડ ને કારણે આવું થયું હોય તેમ મને લાગે છે અને ગતરાત્રી સુધી સાથે રહેલા સભ્યો અચાનક જ ચુંટણી સમયે ગેરહાજર રહ્યા છે તે બાબતે પક્ષ દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવશે..