કોરોના ઈફેક્ટ:સ્મશાનમાં પણ એપોઇન્ટમેન્ટ સીસ્ટમ લાગુ 

કોરોના ઈફેક્ટ:સ્મશાનમાં પણ એપોઇન્ટમેન્ટ સીસ્ટમ લાગુ 

Mysamachar.in-જામનગર

જામનગરના સમાજ સેવક મહાવીર દળ સંચાલિત આદર્શ સ્મશાનગૃહમાં કોરોના મહામારી સંદર્ભમાં અગત્યની સૂચનાઓ  સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવી છે. સ્મશાનમાં અંતિમ વિધિ માટે મૃતદેહને લાવતા પહેલા સ્મશાન કાર્યાલયમાંથી અગાઉથી સમય મેળવી લેવાનો રહેશે અને તે પ્રમાણેના સમયે જ આવવાનું રહેશે. અંતિમ યાત્રામાં પણ જેમ બને તેમ ઓછામાં ઓછા લોકોને આવવા અનુરોધ કરાયો છે તેમજ કાર્યાલયમાં પણ સ્ટાફ સિવાય અન્ય લોકોએ જરૃરી કામ સિવાય આવવું નહીં. આ ઉપરાંત એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે, સ્મશાનના નામે ફેલાવાતી અંધશ્રદ્ધાથી લોકોએ સાવચેત રહેવું. અહીં મૃતદેહની અંતિમવિધિ સિવાય અન્ય કોઈ વિધિ થતી નથી. સ્મશાનના નામે ફેલાવાતી અંધશ્રદ્ધા સામે સંસ્થા દ્વારા કાનૂની રાહે પગલાં લેવામાં આવશે.જામનગરની જનતાને કોરોનાના આક્રમણના સંજોગોમાં સહકાર આપવા સંસ્થાના માનદમંત્રી દર્શન ઠક્કરે અનુરોધ કર્યો છે.