ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસ ફાવી જશે, મુળુભાઇ કંડોરીયાને લોકોએ વધાવી લીધા

ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસ ફાવી જશે, મુળુભાઇ કંડોરીયાને લોકોએ વધાવી લીધા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાએ વિધિવત પોતાના પ્રવાસની શરૂઆત કરી ચૂક્યા છે અને વાયુવેગે મુળુભાઈ કંડોરીયાના પ્રવાસ દરમિયાન ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાંથી જબરો આવકાર મળી રહ્યો છે. તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસમાં એકીસાથે ૧૫ ગામડાઓની મુલાકાત દરમિયાન ખાટલા બેઠક, મિટિંગોનો ધમધમાટ જામતા કોંગ્રેસની તરફેણમાં જબરૂ જનસમર્થન મળી રહ્યું છે,

એક અહેવાલ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભોગાત સહિતના નાવદ્રા, સતાપર પાટીયા, લાંબા, ગાંધવી, ગાગણી, ચાસલાણા, દેવરીયા, સણોસરી, ટંકારીયા, સુર્યાવદર, દુધીયા, રાજપરા, ચુર, કલ્યાણપુર વગેરે ગામોના તા. ૬ ના રોજ મોડીરાત સુધી મુળુભાઇ કંડોરીયાના પ્રવાસ દરમિયાન મિટિંગોના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયાને સારો એવો આવકાર મળી રહ્યો છે અને ડોર-ટુ-ડોર ના પ્રચાર-પ્રસારના મુળુભાઇ કંડોરીયાના આ અભિગમને લોકોએ વધાવી લીધો છે. આ જોતા કોંગ્રેસના ઉમેદવારને જનસમર્થન મળશે તેવું લોકો પણ માની રહ્યા છે,

લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયાના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો એવા ભીમશીભાઇ કંડોરીયા,મેરગભાઈ ચાવડા,ભીખુભાઈ વારોતરીયા,એભાભાઇ કરમુર,મેરામણભાઇ ગોરીયા,પાલાભાઇ આંબલીયા,મશરીભાઈ ગોરીયા, લખુભાઈ ગોજીયા,લખુભાઇ સોનગરા,રાજાભાઈ પોસ્તરીયા, જીવાભાઇ કનારા,પૂર્વમંત્રી ડો.રણમલભાઈ વારોતરીયા વગેરે આગેવાનો જોડાઈને મિટિંગો યોજી હતી, જેમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં ભાજપ પ્રત્યે નારાજગી જોવા મળતા કોંગ્રેસને જબરો લાભ મળશે તે વાત નક્કી છે.