ચેતજો:જાહેરનામા ભંગના ગુન્હા દાખલ કરવાની પોલીસે શરૂઆત કરી છે.

ચેતજો:જાહેરનામા ભંગના ગુન્હા દાખલ કરવાની પોલીસે શરૂઆત કરી છે.

Mysamachar.in-જામનગર

કોરોના વાયરસને લઈને જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં પણ જાહેરનામાનો ઉલાળિયો કરીને દુકાનો ખુલ્લી રાખનાર જોગર્સપાર્ક નજીક રાજલક્ષ્મી બેકરીના મનોજ ખેતવાણી, ટેસ્ટ એન્ડ ટેલ રેસ્ટોરન્ટના ઘનશ્યામ પરમાર, યમીઝ બેકરી વાળા મુસ્તાક કાસવાણી અને  બેડીગેટ નજીક પટેલ પેંડાવાળા સંદીપ પીપળીયા સામે જાહેરનામાં ભંગનો ગુન્હો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.તો શહેરના આ ચાર ઉપરાંત જામજોધપુરમાં પણ બે દુકાનદારો સામે જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.