આ ગુન્હેગાર ગુન્હો આચરતા પૂર્વે આ મંત્રનો કરતો હતો જાપ

આ ગુન્હેગાર ગુન્હો આચરતા પૂર્વે આ મંત્રનો કરતો હતો જાપ

Mysamachar.in-સુરત:

કોઈ પણ ગુન્હાને અંજામ આપતા પહેલા આ કુખ્યાત આરોપી ૧૦૮ વાર ચામુંડા મંત્ર બોલતો અને ત્યારબાદ ચોરી, લુંટ અને હત્યાને અંજામ આપતો હતો. આરોપી અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ ચોરી, લુંટ, ધાડ અને ૭ હત્યાને અંજામ આપી ચુક્યો છે. સુરતનાં પીપોદરા જી.આઈ.ડી.સી.માં વોચમેનની હત્યાને અંજામ આપી લુંટ ચલાવી ફરાર થઇ ગયો હતા.જે હરિયાણા પોલીસનાં હાથે તે ઝડપાઈ જતા આ આરોપીના સુરતની હત્યા સહિતના બધા જ કાંડ ખુલી ગયા હતા.

આ આરોપી જગતાર ઉર્ફે સરદાર માનસિંગ ગડદિયા હરિયાણાનો રહેવાસી છે, અને કોઈ એક જગ્યા પર ટકતો નથી .અન્ય રાજ્યમાં નોકરી માટે જઈને મિત્રતા કેળવી લેતો ત્યારબાદ વિશ્વાસમાં લઈને લૂંટને અંજામ આપતો હતો, જગતાર ઉર્ફ સરદાર  ફિલ્મનાં વિલનને શરમાવે તેવો ભયંકર ગુન્હા આચરવામાં માસ્ટરી ધરાવે છે. ‘સંઘર્ષ’ નામની ફિલ્મનો વિલન સાયકી બતાવવામાં આવ્યો હતો. જેમાં વિલન એટલો ખુંખાર બતાવવામાં આવ્યો હતો કે, તેવો જ ગુન્હેગારની દુનિયામાં વાસ્તવિક રોલ ભજવીને ગુન્હા આચરતો હોવાનું સામે આવ્યું છે. 

જેમ ફિલ્મોમાં વિલન કે તેના પાત્રો ચામુંડા મંત્ર બોલીને કામ પાર પાડતા હોય તેમ જગતાર ઉર્ફ સરદાર પણ કોઈ પણ ગુન્હાને અંજામ આપતા પહેલા ૧૦૮વાર ચામુંડા મંત્ર બોલતો અને તે દરમ્યાન જો કોઈ એને રોકડ કે એને માંગેલી વસ્તુ આપી દે તો તે બચી જતો અને જો તેની માંગેલી વસ્તુ ના આપે તો સીધી ગોળી મારતો અથવા તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી લુંટ ચલાવી નાસી જતો હતો.

સુરતનાં પીપોદરા વિસ્તારમાં જગતાર ઉર્ફ સરદાર હરિયાણાથી નોકરી માટે આવ્યા બાદ જી.આઈ.ડી.સી.મા ગયો હતો, ત્યાં બે મિત્રો પ્રેમનાથ  અને ગણેશગીરી  સાથે મળી કંપનીનાં વોચમેનની હત્યા કરી કંપનીમાં લુંટ ચલાવી ફરાર થઇ ગયાનો તાજેતરમાં જ બનાવ બન્યો હતો. હરિયાણા પોલીસે અત્યારે આ આરોપીની ધરપકડ કરી છે.ત્યારે સુરત પોલીસ દ્વારા આ આરોપીનો કબ્જો લઈને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.