સતાનો દુરુપયોગ કરી નાણાની ઉચાપત કરનાર ૧૦ સામે એસીબીએ નોંધ્યો ગુન્હો...

સતાનો દુરુપયોગ કરી નાણાની ઉચાપત કરનાર ૧૦ સામે એસીબીએ નોંધ્યો ગુન્હો...

mysamachar.in-મોરબી

સતા હાથમાં આવે એટલે પછી ચાહે પદાધિકારી હોય કે અધિકારી તેના થી ઝીરવાતુના હોય તેમ લાગી રહ્યું છે,અગાઉ ઓખા નગરપાલિકામાં પણ કૌભાંડ કરનાર તત્કાલીન પ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ સામે એસીબીએ ગુન્હો દાખલ કર્યા બાદ આજે મોરબી માળિયામિયાણા નગરપાલિકા ના તત્કાલીન ઇન્ચાર્જ ચીફ ઓફિસર,તત્કાલીન પ્રમુખ,કર્મચારીઓ અને અન્ય મળીને કુલ ૧૦ સામે એસીબીએ ગુન્હો નોંધતા આ મામલે સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર મચાવી દીધી છે,

એસીબીમા થી મળી રહેલ વિગતો પ્રમાણે સતા ના દુરઉપયોગના આ ગુન્હામાં એમ એમ સોલંકી કે જેવો તત્કાલીન ઇન્ચાર્ચીફ ઓફીસર, માળિયા-મિયાણા નગરપાલીકામા ફરજ બજાવતા હતા,તેવોએ ૧૮/૪/૧૮ થી ૧૩/૫/૧૮  દરમ્યાન માળીયા મીયાણા નગર પાલીકા મા ઇન્ચાર્જ ચીફ ઓફીસર તરીકે ચાર્જ મા રહેલ તે દરમ્યાન સુભાન અલારખા મેર, અબ્દુલ કાદર ઇલીયાસ કટીયા, અબ્દુલ હુસેન મોવર એ સાથે મળી વર્ષ ૨૦૧૫/૧૬ ના વર્ષમાં રોડ રસ્તાના કામો ના કરેલા હોવા છતાં  આવા કામો થયા છે.તેમ દર્શાવતા બીલો પણ બનાવી નાખવામાં આવ્યા હતા,

આવા બીલો સલમાન હુસેન સંઘવાણી,નુરમામદ અબ્દુલા ભટ્ટી,દિલાવર ઇસુબ જામ,હનીફ જુસબ કટિયા,અલ્લારખા ઓસ્માન જેડા,પોપટ દેવજી ધોળકિયા ની મદદ મેળવી તેઓ ના નામ ના ખોટા બીલ રુ.૧,૦૮,૧૨,૫૯૫/- ના બનાવી રોડ રસ્તાના કામો ના કરેલ હોવા છતાં પણ તેના ખોટા દસ્તાવેજો બનાવીખરા તરીકે ઉપયોગ કરી, સતા નો દુરઉપયોગ ઉપરાંત સરકારી નાણા ની ઉચાપત કરવા અને ગુનાહીત કાવતરું રચ્યા બાદ  એક બીજા ની મદદગારી કરીને આ સુવ્યવસ્થિત કાવતરું રચ્યું હતું.જે અંગે એસીબીએ પર્દાફાશ કરીને આ તમામ દસ સામે ગુન્હો દાખલ કરતાં ચકચાર મચી જવા પામી છે,

એસીબીએ આરોપીઓ સામે ભ્ર.નિ.અધિ. ૧૯૮૮(સુધારો -૨૦૧૮) ની કલમ ૭(સી) ૧૨,૧૩,(૧),૧૩(૨) તથા ઇ પી કો કલમ ૪૬૫, ૪૬૭, ૪૭૭-એ, ૪૦૯,૧૨૦(બી), ૩૪મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી એસીબી મદદનીશ નિયામક રાજકોટ એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ એસીબી પી.આઈ.સી.જે.સુરેજા અને તેવોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.