મુંબઈની યુવતીના પ્રેમમાં યુવકે એક માસ પૂર્વે કરેલ આપઘાતનો મામલો, કોના વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ જાણો...

મુંબઈની યુવતીના પ્રેમમાં યુવકે એક માસ પૂર્વે કરેલ આપઘાતનો મામલો, કોના વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ જાણો...

Mysamachar.in-જામનગર:

થોડા સમય પૂર્વે લાલપુર તાલુકાના ગોવાના ગામની સીમમાં આવેલ પાણીના ટાંકા પરથી નીચે ઝંપલાવી દઈને એક યુવકે આત્મહત્યા કર્યાનું સામે આવ્યું હતું, આ ઘટનાને એક માસ જેટલો સમય વીતી ચુક્યા બાદ મૃતકના પિતા દ્વારા લાલપુર પોલીસ મથકે મૃતકની પ્રેમિકા સહીત ત્રણ સામે આપઘાતની દુષ્પ્રેરણા આપ્યા સબબની પોલીસ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક મનીષ મુંબઈ ખાતે રહેતી સુરભી ઓશવાલ સાથે પ્રેમસબંધમા હોય પંરતુ સુરભિએ આ અંગેના પાડી હતી, અને સુરભીના પિતા સંપતભાઈ તેમજ ભાઈ ભાવેશએ પણ મૃતક મનીષને ફોન પર તેમજ અવારનવાર મુંબઈ બોલાવી અને ધાકધમકી આપી માનસિક ત્રાસ આપતા હોય જેના ત્રાસથી મનીષ મરી જવા મજબુર થયાની ફરિયાદ કલમ ૩૦૬ મુજબ લાલપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.