ડોર ટુ ડોર સર્વે અને સર્વેલન્સ માટે 16 ક્વીક રિસ્પોન્સ ટીમ મેદાનમા

ડોર ટુ ડોર સર્વે અને સર્વેલન્સ માટે 16 ક્વીક રિસ્પોન્સ ટીમ મેદાનમા

Mysamachar.in:જામનગર:

કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે,તેથી આ રોગને ફેલાતો અટકાવવા માટે વિદેશથી પરત આવેલા નાગરિકો તેમજ આ રોગના લક્ષણો ધરાવતા નાગરિકોને હોમ ક્વોરેન્ટઇન કરવામાં આવેલ છે, તેમના ડોર ટુ ડોર સર્વેલન્સની  કામગીરી માટે 16 ક્વિક રિસ્પોન્સ ટીમોની રચના કલેકટર રવિશંકર દ્વારા કરવામાં આવી છે, જેમાં શહેર વિસ્તાર માટે 6 ટીમો, નગરપાલિકા વિસ્તાર માટે 4 ટીમો અને છ ટીમો તાલુકા માટે બનાવી અને સઘન કામગીરી કોરોના સામે શરુ કરવામાં આવી છે, ક્વિક રિસ્પોન્સ ટીમ કોવીડ-19મા નાયબ મામલતદાર,પોલીસ કર્મચારી અને આરોગ્યવિભાગના કર્મચારી નો સમાવેશ કરવામાં આવ્યો છે.