પોલીસકર્મીઓ જ કરતા હતા વીજચોરી પોલીસવડાએ લીધું કડક પગલું

ખુદ પોલીસ જ આવું કરે તો સામાન્ય લોકોનું શું મેસેજ જાય

પોલીસકર્મીઓ જ કરતા હતા વીજચોરી પોલીસવડાએ લીધું કડક પગલું
symbolic image

Mysamachar.in-અમરેલી

આમ તો ચોરી પકડવી એ પોલીસનું કામ છે, ખુદ વીજવિભાગ જયારે વીજચેકિંગ માટે જાય ત્યારે પણ પોલીસટુકડીઓને બંદોબસ્ત માટે સાથે લઇ જાય છે, પણ ખુદ પોલીકર્મીઓ જ પોતાના સરકારી ક્વાર્ટરમાં વીજચોરી કરતા પકડાઈ જાય તો...આવું બન્યું છે અમરેલીમાં....પીજીવીસીએલની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે. ચેકીંગ કરતાં આવાસમાં રહેતા 12 પોલીસ જવાનોને વીજચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ પોલીસ જવાનને પોલીસ આવાસ ખાલી કરવા નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે. જેથી તાત્કાલિક પોલીસ ક્વાર્ટર છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.