જામનગર જેલમાં કેદી એ આપી હવલદાર ને ધમકી..

એ ડિવીજન મા નોંધાયો ગુન્હો

જામનગર જેલમાં કેદી એ આપી હવલદાર ને ધમકી..

mysamachar.in-જામનગર 

તાજેતરમાં જ સુરેન્દ્રનગર સબ જેલના કેદીઓ એ પોલીસે પોતાના પર હુમલો કર્યો છે,અને જેલમાં કેવી તે પોલમપોલ ચાલે છે,તેનો વિડીયો જેલમાં થી વાઈરલ કરતાં રાજ્યના ગૃહ વિભાગમાં આ બાબતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા,અને જરૂરી કાર્યવાહી આ મામલાને લઈને થઇ રહી છે,ત્યાં જ જામનગર જીલ્લા જેલમાં પણ ફરજ પરના હવલદારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે,

જામનગર જીલ્લા જેલમાં ફરજ બજાવતા ભાવેશ પંડ્યા નામના હવલદાર જેલમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન જેલમાં કાચા કામના કેદી સામત જેઠાભાઈ નંદાણીયા એ પોતાને પેટમાં દુખતું હોય બેરેક બહાર કાઢવા હવલદાર ને કહ્યું હતું જેની સામે હવલદાર ભાવેશ પંડ્યા એ કહ્યું કે તબીબ આવશે પછી બહાર કાઢીશ..આમ આવી વાત હવલદાર દ્વારા કરવામાં આવતા કાચા કામના કેદીએ હવલદાર ને ત્યાંથી ચાલ્યા જવા અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી,

જાનથી મારી નાખવાની આ ધમકી સબબ હવલદાર ભાવેશ પંડ્યા એ સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં કાચા કામના કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.