Mysamachar.in:જામનગર
જામનગર નજીક આવેલ એક ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ ચાલી રહી હોય અને આ મહેફિલમાં માલેતુજાર લોકો ઠંડી ઉડાવવા માટે શરાબની ચુસ્કીઓ મારી રહ્યાની માહિતી સીટી સી ડીવીઝન પોલીસને મળતા કાફલો સ્થળ પર પહોચ્યો હતો અને આ ફાર્મ હાઉસમા પીધેલ હાલતમાં મળી આવેલ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તેની સીટી સી ડીવીઝન પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ જામનગર શહેરથી ત્રણ કિલોમીટર દુર મહાકાળી સર્કલ નજીક જાણીતા ઉદ્યોગપતિ પરિવારના મિતલ વિનોદભાઈ વસંતની માલિકીનું મિતલ ફાર્મહાઉસ આવેલ છે,
આ ફાર્મહાઉસમાં મિતલ વીનોદભાઇ વસંત રહે નોરી બંગ્લો પાર્ક કોલોની કસ્ટ્મ હાઉસ સામે જામનગર, મંથન મહેતા રહે નીર્મણ પાર્ક કોલોની જામનગર, વરૂન રાકેશભાઇ બંસલ રહે-301 ઇંદ્રપ્રસ્થ એપાર્ટ મેન્ટ સ્વસ્તીક સોસાયટી જામનગર, વીરાજ યજ્ઞેશભાઇ વીઠલાણી રહે.104 કંચનજંઘા એપારમેંટ ક્રીકેટ બંગલા સામે જામનગર, કરણ અમુલકરાજ ગ્રોવર રહે- 28/2 સુભમ સોસાયટી નાઘેડી ડીપી રોડ જામનગર મુળ-ઇંદીરા મેમોરીયલ સ્કુલ બી 61 પ્રીતવીહાર, થાના પ્રીત વીહાર. દીલ્હી આ તમામે મિતલના ફાર્મહાઉસના કબ્જા ભોગવટા ફાર્મમા તમામ ગેર કાયદેસર પાસ પરમીટ વગર તમામએ ભેગા મળી ઈગ્લીશ દારૂની મેહફીલ માળી કેફી પ્રવાહી પીઘેલ હાલતમા તમામએ પોતાના કબ્જામાં ઇગ્લીશ દારૂની કાચની બોટલ નંગ-2 જેની કુલ કિ.રૂ.250 સાથે રેઈડ દરમ્યાન પકડાઈ ગયા હતા, જો કે આશ્ચર્યની વાત એ રહી કે પોલીસને અંગઝડતી દરમિયાન કે સ્થળ પરથી વાહનો કે મોબાઈલ સહીત અન્ય કોઈ ચીજવસ્તુઓ મળી આવી નથી.