રોંગસાઈડમાં આવતી પોલીસવાન અને બાઈકચાલક વચ્ચેના અક્સ્માતમાં મૃતક બાઈકચાલકને પોલીસે આરોપી બનાવ્યો.!

સારવાર દરમિયાન યુવકનું મોત

રોંગસાઈડમાં આવતી પોલીસવાન અને બાઈકચાલક વચ્ચેના અક્સ્માતમાં મૃતક બાઈકચાલકને પોલીસે આરોપી બનાવ્યો.!

Mysamachar.in-સુરત

સુરતના વેસુ ચાર રસ્તા નજીક ગત રવિવારે સાંજે રોંગ સાઈડમાં આવતી પોલીસ વેન સાથે સગીર ધડાકાભેર અથડાતા તેનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે સગીરને જ આરોપી બનાવી ગુનો નોંધ્યો હતો. અંકિત રામઆશરે પટેલ (ઉ.વ.17) અઠવાડિયા અગાઉ રોજીરોટીની શોધમાં સુરત આવી પાંડેસરામાં કાકા-કાકીના ઘરે રહેતો હતો. અંકિત ઉમરા પોલીસની વાન સાથે ભટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં પણ ઉચ્ચઅધિકારીઓએ સ્થળ વિઝિટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે બાઇક ચલાવનાર સગીરનો વાંક છે, તેની પાસે લાયસન્સ ન હતું. ઉપરથી 17 વર્ષની ઉમર હતી. અને સ્પીડમાં આવતો હતો, સામેથી પોલીસ વાન જોઈ તે ગભરાય ગયો જેથી બેલેન્સ ન રહેતા વચોવચ ગાડીમાં અથડાયો હતો. હાલ તો પોલીસે મૃતક યુવાનને જ આરોપી બનાવીને કેસ દાખલ કરી દીધો છે.