સ્મશાનની પાછળ ખાડો, ખાડામાં ડ્રમ અને ડ્રમની અંદર દારુ છુપાવનાર સુધી પોલીસ પહોચી

પોલીસની નજર ચુકવવા નવા નવા હથકંડા અપનાવતા હોય છે આવા શખ્સો

સ્મશાનની પાછળ ખાડો, ખાડામાં ડ્રમ અને ડ્રમની અંદર દારુ છુપાવનાર સુધી પોલીસ પહોચી

Mysamachar.in-વડોદરા

વડોદરા શહેરના માણેજા રાજનગર ફાટક પાસે આવેલા સ્મશાનની પાછળ ખાડો ખોદીને પ્લાસ્ટિકનું ડ્રમ ઉતારી એમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જંગી જથ્થો મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસની નજર ચૂકવીને વિદેશી દારૂનો ધંધો કરતા એક બૂટલેગરની પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી, જ્યારે તેના સાગરીતને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. સ્મશાનની પાછળ ખાડો ખોદીને એમાં ડ્રમ ઉતારી દીપક સોનાર નામનો બૂટલેગર અને તેનો સાગરીત વિદેશી દારૂનો ધંધો કરે છે, જેના આધારે સર્વેલન્સ સ્ક્વોડે દરોડો પાડીને સ્મશાનની પાછળ ખાડો ખોદીને એમાં છુપાવી રાખેલી વિદેશી દારૂની 1065 બોટલ કબજે કરી હતી. એ સાથે આ વિદેશી દારૂ સંતાડી ધંધો કરનાર માણેજા ખાતે રહેતા દીપક નારસિંગ સોનારની ધરપકડ કરી હતી, જ્યારે તેના સાગરીત સુરેશ ઉર્ફે કાણિયો તેજબહાદુર થાપાને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.