My samachar.in:-જામનગર
છેલ્લા કેટલાક સમયથી જામનગર તથા દેવભુમી દ્વરકા જીલ્લાના અલગ-અલગ વિસ્તારમાં પવનચક્કીઓના ટાવરમાથી કેબલચોરી કરી અને પોલીસને પડકાર ફેકનાર ગેંગના 5 ઈસમો સુધી પહોચવામાં અંતે લાલપુર પોલીસ સફળ બની છે, અને આ ગેંગ ઝબ્બે થઇ જતા 8 ગુન્હાઓનો ભેદ ઉકેલી 1,47,990 ના મુદામાલ સાથે કુલ 5 આરોપીઓને લાલપુર પોલીસે ઝડપી પાડી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.લાલપુર પો.સ્ટે. વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાં કેબલ વાયર ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોય જે ચોરી ડીટેક્ટ કરવા અંગે જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક કે.આર દેસાઇના માર્ગદર્શન સુચના મુજબ પીએસઆઈ ડી.એસ.વાઢેરે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી અલગ-અલગ દીશાઓમા તપાસ કરવા સુચનાઓ આપેલ તેમજ જાતેથી પણ ટેકનીક્લ સર્વેલન્સની મદદથી આવા ગુન્હાઓ શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હોય દરમ્યાન લાલપુર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે..
આવી ચોરીઓ કરનાર ઇસમ ઉમર ઉર્ફે અબાડો અલી દેથા રહેપીર લાખાસર તા.જામ ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળો તથા તેના સગરીતો છે અને આરોપીઓ હાલ ભણગોર ગામની સીમમા ચોરી કરેલ મુદામાલ સગેવગે કરવાની પેરવીમાં હોય જેથી ચોક્કસ હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા ચોરીના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીઓની પુછપરછ દરમ્યાન પોતે અન્ય આરોપીઓ સાથે મળી જામનગર જીલ્લાના તેમજ દેવભુમી દ્વારકા જીલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી પવનચક્કીઓમાંથી કેબલ વાયરની ચોરીઓ કરેલની કબુલાત આપેલ હોય જેથી તમામ આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
-ઉંમર ઉર્ફે અબાડો અલીભાઇ દેશા રહે પીરલાખાસર તા. જામ ખંભાળીયા દેવભુમી દ્વારકા
-દાઉદ મુસાભાઇ ભટ્ટી રહે પીર લાખાસરગામ તા.લાલપુર જી.જામનગર
-સદામ નુરમામદ ભટ્ટી જાતે રહે પીરલાબાસર તા.જામ ખંભાળીયા જી દેવભુમી દ્વારકા
-નવાઝ જુમાભાઇ દેથારહે પીર લાખાસર તા. જામ ખંભાળીયા
-ભગવાનજી નાનજીભાઇ રાઠોડ ધંધો ભંગારનો વાડો રહે.હુલનમીલ નજીક, માલધારી હોટલની બાજુમાં, મહાકાળી માતાના મંદીર પાસે.જામનગર