આર્થિક રીતે મજબૂર થયેલી યુવતીઓને સ્પામાં લાવી અને...

પોલીસને માહિતી મળતા...

આર્થિક રીતે મજબૂર થયેલી યુવતીઓને સ્પામાં લાવી અને...
symbolic image

Mysamachar.in-અમદાવાદ

વધુ એક વખત થયો છે સ્પાની આડમાં ચાલતા અનૈતિક ધંધાનો પર્દાફાશ...નરોડા વિસ્તારમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા સેક્સરેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મજબૂર થયેલી યુવતીઓને સ્પાની આડમાં લાવીને તેમની પાસે દેહ વિક્રયનો ધંધો કરાવવામાં આવતો હતો. આ માટે ગ્રાહકો પાસેથી મોટી રકમ પડાવવામાં આવતી હતી. પોલીસે સ્પાના સંચાલક સહિત એક મહિલાની ધરપકડ કરી છે.

નરોડા વિસ્તારમાં ગેલેક્સી એવેન્યુમાં માહી સ્પા નામની ફર્મમાં સ્પાના નામે આર્થિક રીતે મજબૂર થયેલી યુવતીઓને લાવવામાં આવતી હતી. સ્પામાં આવનારા ગ્રાહકો પાસેથી મસમોટી રકમ પડાવીને આ યુવતીઓને ગ્રાહકોની મોજ માટે સોંપી દેવામાં આવતી હતી, જેથી પોલીસને માહી સ્પામાં ગેરકાયદે મહિલાઓને રાખીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી.

બાતમીને આધારે પોલીસે આ જગ્યાએ વોચ ગોઠવી હતી, જ્યાં અનેક લોકો અવરજવર કરતા હતા.. પોલીસની ટીમે માહી સ્પામાં બાતમીને આધારે તમામ તપાસ કરીને દરોડો પાડ્યો હતો, જ્યાં પોલીસે સ્પાનો સંચાલક જીગર મકવાણા, રાકેશ પરમાર અને એક યુવતી મળી આવી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સંચાલક રાજ્ય બહારથી યુવતીઓને બોલાવીને તેમનું શોષણ કરતો હતો. પોલીસને એવી પણ વિગતો મળી હતી કે સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ માટે ગ્રાહકોને પણ બહારથી જ બોલાવવામાં આવતા હતા.

સ્પામાં બહારથી આવેલી યુવતીઓને ગ્રાહકો પાસેથી અન્ય સર્વિસ આપવાને બહાને મસમોટી રકમ પડાવીને ધંધો કરાવવામાં આવતો હતો. સ્પાનો સંચાલક યુવતીઓને 300 રૂપિયા આપતો હતો. હાલમાં આ સમગ્ર સેક્સરેકેટનો પર્દાફાશ કરીને પોલીસે યુવતીઓને શોષિત થતી બચાવી લીધી છે તેમજ સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ કરનારા સ્પાના સંચાલક અને યુવતીની પોલીસે ધરપકડ કરી છે.