20 નબીરાઓએ જમાવેલી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, મોંઘીદાટ ગાડીઓ સહીત 89 લાખનો મુદામાલ જપ્ત

એક કોંગી નેતાનો પુત્ર પણ હોવાની વાત

20 નબીરાઓએ જમાવેલી દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો, મોંઘીદાટ ગાડીઓ સહીત 89 લાખનો મુદામાલ જપ્ત

Mysamachar.in-ગાંધીનગર

અમદાવાદ અને ગાંધીનગર નજીકથી છાસવારે દારૂની નબીરાઓની દારૂની મહેફીલો પર પોલીસ દરોડા પાડતી હોવાના બનાવો સામે આવતા રહે છે, એવામાં આવી જ એક દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી 89 લાખનો મુદામાલ કબજે કર્યો છે, ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના 20 નબીરાને દારૂની મહેફિલ માણતાં સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 7 ગાડી, 21 મોબાઈલ સહિત રૂ. 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મિત્રની બર્થ ડે હોવાથી મહેફિલ માણવા ભેગા થયા હતા. પોલીસને જોઈ એક આરોપીએ દારૂની બે બોટલ દીવાલની બહાર ફેંકી દીધી હતી.