જામનગરમાં ઘોડીપાસાના જુગારધામ પોલીસનો દરોડો, લાખોનો મુદામાલ કબજે કરતી પોલીસ

નાગેશ્વરપાર્ક રાજાવાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો

જામનગરમાં ઘોડીપાસાના જુગારધામ પોલીસનો દરોડો, લાખોનો મુદામાલ કબજે કરતી પોલીસ
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર પોલીસને લાંબાસમય બાદ ઘોડીપાસાના અખાડા પર દરોડો પાડવામાં સફળતા મળી છે, જામનગર પેર્રોલ ફર્લો સ્કવોડે નાગેશ્વરપાર્ક રાજાવાડી વિસ્તારમાં મોટાપાયે ઘોડીપાસાનો જુગારધામ ચાલતું હોવાની માહિતી પરથી દરોડો પાડીને 16 જુગારીઓને 2.10 લાખ રોકડા, 9 મોબાઈલફોન, વાહનો મળી કુલ 3.17.500ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.

કોણ ઝડપાયું..
(1) ભીખુભાઇ ઉર્ફે ખોડાભાઇ રાઘવભાઇ ઢાપાધંધો-વેપાર રહે.નાગેશ્વરપાર્ક રાજાવાડી 
(2) દિનેશભાઇ ભગવાનજીભાઇ પરમાર ધંધો ચાની કેબીન  રહે. નવાનાગના રામ મંદીરવાળી શેરી 
(3) અલ્તાફભાઇ મામદભાઇ ઇબી ધંધો મજુરી રહે. યુનો મેડીકલ વાળી શેરી દરબાર ગઢ 
(4) હુશેનભાઇ ગફારભાઇ કાસ ધંધો વેપાર રહે. લીંડી બજાર બીબોડીફળી 
(5) સાલમ ઉર્ફે સમીર અબ્દુલરહેમાન મકવાણા ધંધો રી.ડ્રા. રહે. રણજીતરોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી
(6) અલ્તાફભાઇ સતારભાઇ આંબલીયા ધંધો વેપાર રહે. રણજીતરોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી 
(7) સોહીલભાઇ સલીમભાઇ સાટી ધંધો વેપાર રહે. મહારાજા સોસાયટી કાલાવડ નાકા બહાર 
(8) વિપુલભાઇ ઉર્ફે મોદી વાલજીભાઇ પરમાર ધંધો કેટર્સ રહે.નાગેશ્વર કોલોની નાગના રોડ રાજાવાડી 
(9) અબ્દુલરજાક જુમાભાઇ ગજીયા ધંધો ડ્રાઇવીંગ રહે. વાઘેરવાડો મોટી આશાપુરા મંદીર બાલમંદીર પાસે.

(10) રજાકભાઇ ઇસ્માઇલભાઇ મોગલ ધંધો વેપાર રહે. જુનો કુંભારવાડો જામનગર 
(11) હસનભાઇ ઉર્ફે બોદુ હાજીભાઇ આંબલીયા ધંધો મજુરી રહે. લંઘાવાડનો ઢાળીયો આરબફળી
(12) સુરેશભાઇ ઉર્ફે બેબન ખોડામલ અબવાણી ધંધો વેપાર રહે. રાજપાર્ક રમણપાર્ક શેરી.નં.6 
(13) કેતનભાઇ ઉર્ફે જેતશી ભીખુભાઇ ઢાપા ધંધો કેર્ટસ રહે.નાગેશ્વાર કોલોની ભવાની માતાના મંદીર પાસે 
(14) તેજસ પ્રવીણભાઇ પરમાર ધંધો પ્રા.નોકરી રહે. દેવુભાનો ચોક વીરભાણ ફળી
(15) ઇશ્વરભાઇ મનસુખભાઇ મકવાણા ધંધો-મજુરી રહે.નવાગામઘેડ હનુમાનચોક
(16) મુનાફ ઉર્ફે મુનો મહમદભાઇ આંબલીયા ધંધો પ્રા.નોકરી રહે. રણજીતરોડ લંઘાવાડનો ઢાળીયો આરબફળી