હોટેલમાં ચાલતા જુગારધામ પર પોલીસનો છાપો, ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત 80 લાખનો મુદામાલ જપ્ત

નામાંકિત લોકો રમતા હતા જુગાર

હોટેલમાં ચાલતા જુગારધામ પર પોલીસનો છાપો, ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત 80 લાખનો મુદામાલ જપ્ત

Mysamachar.in-વડોદરા

શ્રાવણ માસ શરુ થતાની સાથે જ જુગારીઓને તો જાણે મોજ પડી ગઈ હોય તેમ જુગારીઓ જુગારમાં મસ્ત બની ગયા છે, એવામાં રાજ્યના મેટ્રોસીટી વડોદરામાં હોટલમાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડતા માલેતુજાર જુગારીઓમાં ભાગદોડી મચી જવા પામી હતી, પોલીસે 15 જુગારીઓની ધરપકડ કરી ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે રાત્રે દુમાડ ચોકડી પાસે આવેલ હોટલમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂપિયા 8.57 લાખ રોકડા સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હોટલ માલિક સહિત 15 જુગારીઓની ધરપકડ કરી છે. જુગાર રમતા પકડાયેલા લોકોમાં બિલ્ડર્સ અને વેપારીઓ સામેલ છે. પોલીસે જુગારીઓની ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત ગાડીઓ જપ્ત કરી છે.પોલીસે દુમાડ ચોકડી પાસે આવેલી બનીયન પેરેડાઇઝ હોટલમાં દરોડો પાડતા રૂમ નંબર 103 અને રૂમ નંબર 107 માં જુગાર રમતા શખ્સો ઝડપાયા હતાં. તેમની પાસેથી રોકડ અને કાર સહિતનો મુ્દ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.