પોલીસે ઝડપ્યો એક એવો શખ્સ જેને મહિલાઓને નામે 79 ફેક આઈડી બનાવ્યા

ફેક આઈડી બનાવી આ શખ્સ આવું કરતો હતો

પોલીસે ઝડપ્યો એક એવો શખ્સ જેને મહિલાઓને નામે 79 ફેક આઈડી બનાવ્યા

Mysamachar.in-સુરત

આજનો સમય સોશ્યલ મીડિયાનો સમય છે, અલગ અલગ લોકો અલગ અલગ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો પોતાના ફોનમાં ઉપયોગ કરે છે, એવામાં આવા પ્લેટફોર્મનો દુરુપયોગ કરનાર શખ્શોની સંખ્યા પણ કાઈ કમ નથી, આવો જ વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે જે ખાસ કરીને મહિલાઓ માટે ચેતવા જવો છે. વડોદરાના એક શકશે મહિલાના નામે 79 ફેક ID બનાવી બહેનપણીઓ તથા પરિચિત યુવતીઓને અશ્લીલ મેસેજીસ કરતો હતો. જો કે સુરતના વેપારી અને તેની પત્નીએ આ ઘટનાનો ભોગ બનતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મનોવિકૃતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતનાં વેપારી અને તેની પત્ની સાથે પણ આ જ પ્રકારની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વડોદરાના મનોવિકૃતે કુલ 79 ફેક ID બનાવી હતી.આ બધી જ ID મહિલાઓના નામે હતી. જેની ઉપરથી તેમની બહેનપણીઓ તથા પરિચિત યુવતીઓને અશ્લીલ મેસેજીસ કરતો હતો. ઇન્સ્ટા ઉપર ફેક ID બનાવી યુવતીઓને અશ્લીલ મેસેજ કરી હેરાનગતિ કરતા વડોદરા માંજલપુરાના 29 વર્ષીય યતીન દિયોરાની સુરત સાયબર ક્રાઇમે ધરપકડ કરી હતી. ગત 8મી માર્ચે સુરતના વેપારીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તેની પત્નીના નામે કોઇએ ગત ઓગસ્ટ મહિનામાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફેક ID બનાવી હતી અને પત્નીની બહેનપણીને અશ્લીલ મેસેજીસ કર્યા હતા. બહેનપણીને શંકા જતાં આ વેપારી અને તેની પત્નીને ફેક ID બન્યાનો ખ્યાલ આવ્યો હતો. સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા આ અંગે જુદી જુદી દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવતા વડોદરાના માંજલપુરની ખાનગી કંપનીમાં નોકરી કરતા  29 વર્ષીય યતીન દિયોરાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં આ યુવાનની વધુ કરતૂતો બહાર આવી હતી. તેણે 79 જેટલી ફેક ID બનાવી હતી. જેની ઉપરથી તે યુવતીઓને અશ્લીલ મેસેજીસ કરતો હતો. શરૂઆતમાં સામાન્ય વાત કર્યા બાદ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. કેટલાક કિસ્સામાં તે યુવતી બનીને અને યુવતીઓની બહેનપણીઓને જ મેસેજીસ કરતો હતો. આમ આ શખ્સની અટકાયત કર્યા બાદ પોલીસે વિશેષ પૂછપરછ હાથ ધરી છે.