Mysamachar.in-અમદાવાદ
ઘણી વખત એક જાણીતી કહેવત બગાસું ખાતા પતાસું મળી ગયું તે અમુક કિસ્સાઓમાં બંધ બેસી જતી હોય છે, આવું અમદાવાદમાં એક કિસ્સામાં થયું જ્યાં… ઈસનપુર પોલીસને ભાડુઆતનગર શ્યામ સાંઈ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા શાર્દૂલ ચન્દ્રાત્રેએ દારૂ સંતાડ્યો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જોકે દરોડો પાડતા દારૂની તો એક જ બોટલ મળી પણ ઘરમાંથી 37 લાખ રોકડા મળી આવ્યા હતા. હાલ રોકડ અને દારૂની બોટલ જપ્ત કરી આરોપી શાર્દૂલ અને કેની પત્ની સોનલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસને જાણવા મળ્યું છે કે, શાર્દૂલ ક્રિકેટ સટ્ટાનો બુકી છે અને હાલમાં તે દુબઈમાં છે. પત્નીની પાસે આટલી મોટી રકમ મૂકી તે દુબઈ કેમ ગયો છે તેમજ આ પૈસા બેનામી છે કે તેણે કોઈની પાસેથી લાવીને ઘરમાં શા માટે રાખ્યા હતા તે બાબતે પોલીસે તપાસ આદરી છે. જો કે આ તમામ બાબતોનો ખુલાસો આરોપી શાર્દૂલ દુબઈથી આવે ત્યારે થશે ત્યાં સુધી તો આ તમામ રકમ પોલીસે કબજે કરી લીધી છે. અને ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી હોવાનું જાણવા મળે છે.