Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ મથક વિસ્તારના માવાપર ગામના પાટીયા પાસે એક અકસ્માત થયેલ હાલતમાં ફોરવ્હીલ પડેલ હોય જેમા ઇંગ્લીશ દારૂ હોવાની હકિકત ધ્રોલ પોલીસને મળતા હકિક્ત આધારે આ જગ્યાએ રેઇડ કરતા વર્ના ફોરવ્હીલ ગાડીનામાથી ઇગ્લીંશ દારૂની 126 બોટલ જેની કિંમત કિ.63,000/- તથા વર્ના ગાડી કિ.રૂ.80,000/- મળી કુલ કિ.રૂ.1,43,000/- ના મુદામાલ મળી આવેલ હોય જે ફોરવ્હીલ ના ચાલક હાજર મળી આવેલ ન હોય તો તેમના વિરૂધ્ધ પ્રોહી ધારા મુજબ ધોરણસરની કાયૅવાહી કરવામાં આવેલ છે. આ PSI એમ.એન.જાડેજા સ્ટાફના રામદેવસિંહ ઝાલા, અનીલભાઇ સોઢીયા, વનરાજભાઇ ગઢાદરા મયુરસિંહ પરમાર, સંજયભાઇ કમાભાઇ સોલંકી દ્રારા કરવામા આવેલ છે.