Mysamachar.in-જામનગર
તાજેતરમાં જ જામનગર પોલીસ અને અમદાવાદ એટીએસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કહેવાતા જયેશ પટેલના સાગરિત એવા અનવર ઉર્ફે અનીયો લાંબાને ઝડપી પાડ્યા બાદ તેના ઘર નવગામ ઘેડ, જયશ્રી સોસાયટી ખાતે પોલીસે તપાસ કરતા 25000ની કિમતની એક પિસ્તોલ અને 5 કારતુસ મળી આવ્યા અંગે અનિયા લાંબા સામે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં વધુ એક ગુન્હો નોંધાયો છે, જો કે હાલ અનીયો કોર્ટની કસ્ટડી હેઠળ રિમાન્ડ પર હોય નોંધાયેલા ગુન્હામાં બાદમાં અટક કરવામાં આવશે તેમ જાણવા મળે છે.