Mysamachar.in-જામનગર:
લોકડાઉન પાર્ટ-2 હાલ ચાલી રહ્યું છે, ઘરમાં રહીને વ્યસનો તજી દેવાને બદલે સિગારેટ, બીડી, તમાકુ, દારુ વગેરેની તલાશમાં લોકો રહે છે, અને પોલીસનો ટાર્ગેટ પણ આવા લોકો જ છે, વાત જો જામનગરની કરવામાં આવે તો ત્રણેક કિસ્સાઓ છેલ્લા ચોવીસ કલાકમાં પ્રકાશમાં આવ્યા છે, જેમાં કાલાવડના પસાયા બેરાજા ગામે રહેતા નટુભાઈ લીંબડ નામના વ્યક્તિને 10 પેકેટ બીડીની ઝૂડીઓ સાથે પોલીસે ઝડપી ગુન્હો નોંધ્યો છે, તો કાલાવડમાં જ મૂળ રાજકોટના રીક્ષા ડ્રાઈવર હુસેન કાદરીયાને કાચી સોપારી ચાર કિલો તથા તંબાકુના પેકેટ 10 તથા ચુનાના પાઉચ નંગ 10સહીત કુલ કી.રૂ.૨૭૦૦ના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે,
તો બે દિવસ પૂર્વે શહેરના સાધનાકોલોની વિસ્તારમાં આવેલ અશોક સ્ટોર્સ નામની દુકાનમાંથી થયેલ તમાકુ સહિતના માલસામાનની ચોરી કર્યા બાદ વેચાણ કરવા નીકળેલ ભરત ચાંદ્પા અને કપિલ વડગામાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે, પોલીસે ઝડપાયેલ શખ્સો પાસેથી 138 તમાકુના 25 પાઉચ, બાબુ પાર્સલ ચુના અને રોકડા રકમ મળી 25000 નો મુદામાલ કબજે કરેલ છે.