Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
મેટ્રો સેન્ટરોમાં થોડા-થોડા સમયે હનીટ્રેપના કિસ્સાઓમાં કોઈ ફસાયું હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, મેટ્રો સેન્ટરોમાં તો સમજ્યા પણ હનીટ્રેપની જાળ હવે તો દેવભૂમિ દ્વારકા જીલ્લા જેવા નાના સેન્ટરો સુધી પહોચી છે, છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલ હનીટ્રેપ અંગે પોલીસ દ્વારા ખુલાસાઓ થયા છે, જામનગરની યુવતી અને મૂળ ખંભાલીયાના ઈસમોએ હની ટ્રેપનું કાવતરું રચી મીઠી-મીઠી વાતો કરી અને લોકોને જાળમાં ફસાવ્યા બાદ આ ગેંગના જ સભ્યો એવા નકલી પોલીસ ટોળકી ત્રાટકતી અને રૂપિયા ખંખેરી લેતી હતી,
ખંભાલીયા શહેરમાં છેલ્લા ચારેક માસના સમયગાળા દરમ્યાન એક યુવતી પોતાના મોબાઇલ દ્વારા પુરુષોને ફોન કરી તેમની સાથે મીઠી મીઠી વાતો કરી પોતાની મોહજાળમાં ફસાવી લેતી બાદમાં પોતે મુસીબતમાં હોવાનું કહી યુવાનોને ખંભાળીયા બોલાવી યુવતીના તેના ખાલી મકાને લઇ જતી હતી. જ્યાં અગાઉથી જ નક્કી થયેલ ટોળકી એટલે કે યુવતીની ટીમના પોલીસ બનેલા સભ્યો પાછળથી ત્યાં આવતા હતા અને નકલી પોલીસ બની ત્રાટકી ટોળકી જે તે વ્યક્તિને શીશામાં ઉતારી લેતા હતા અને તેની પાસેથી રૂપિયા પણ ખંખેરી લેતા…
દરમિયાન સ્થાનિક પોલીસ અને એસઓજી સહિતની ટીમો વોચમાં હતી કે આ ટોળકી ક્યારે હાથમાં આવે એવામાં બેક દીવસ પૂર્વે ખંભાળીયા-જામનગર રોડ ઉપર આવેલ મોટર સાયકલના શો રૂમની પાછળ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આ હની ટ્રેપ કરતી મહિલા અને તેના સાગરીતો એકઠા થયા છે, તેવી માહિતીને આધારે મૂળ કલ્યાણપુર તાલુકાના લીમડી ગામની હાલ જામનગર રહેતી હેતલ વીનુંભાઈ ધ્રુવ, હેમત લાખાભાઈ ચુડાસમા, પ્રવિણ પરષોતમભાઈ કણઝારીયા, કેતન નાનજીભાઈ નકુમ, પ્રફુલભાઈ ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો લાલજીભાઈ જોષી, જતીનભાઈ ઉર્ફે ભીખો નરેશભાઈ મકવાણા સુનીલભાઈ વશરામભાઈ નકુમ, હિતેશભાઈ કરણાભાઈ ચાવડાને ઝડપી પાડી તેમની વિરુદ્ધ ગુન્હાહિત કાવતરું, પૈસા પડાવી લેવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી અને આ ગેંગે અત્યાર સુધીમાં કેટલા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે,