Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનની બ્રાંચો નગરજનોને પુરતી કે સમયસર કે જરૂરી સેવા આપી શકે કે ન આપી શકે પરંતુ બેફામ ખર્ચ કરવામા મોટાભાગની બ્રાંચ પાવરધી છે તે ખર્ચ ન્યાયી છે યોગ્ય છે કરકસર યુક્ત છે ફરજીયાત છે કે સમયસરનો છે? તે તમામ બાબતો કોરાણે મુકીને થઇ રહેલા ખર્ચ અંગે અલગથી તપાસ થવી જોઇએ તેવી માંગણી વચ્ચે વધુમા એ જાણવા મળ્યુ કે આડેધડ ખર્ચ કરતી અન્ય બ્રાંચની જેમ જ કમિશનર કાર્યાલય પણ બેફામ ખર્ચની હોડમાં છે તેવુ તારણ નીકળે છે કેમકે વારંવાર સ્ટેન્ડીંગ કમિટીના એજન્ડામા કમિશનર કાર્યાલયના ખર્ચ જાણમા મુકાય છે તેમાંથી ઘણી રકમ અંગે સમીક્ષા કરવી પડે તેવુ ચર્ચાય છે.
તાજેતરનુ જ ઉદાહરણ લઇએ તો કમિશ્નર કાર્યાલય ધ્વારા ચા, કોફી મંગાવતા થયેલ ખર્ચ રૂ. 4,736/- વાહન માટે ડીઝલ ખરીદી કરતા થયેલ ખર્ચ રૂ. 8,267/- પી.એ.ટુ કમિશ્નરનું પદરનું થયેલ ખર્ચ રૂ. 7,965/- , જુદી-જુદી વહીવટી મીટીંગો માટે લંચ મંગાવતા થયેલ રૂ. 11,371/- ઝેરોક્ષ મશીન સર્વિસ કરાવતા થયેલ ખર્ચ રૂ. 12,720/- (નવુ મશીન લેવુ સારૂ પડે ને) ફરીથી વાહન માટે ડીઝલ ખરીદી કરતા થયેલ ખર્ચ રૂ.3,300/- વિગેરેના ખર્ચને લગત અધિકારી મંજુરી આપતા આવેલ આદેશો જાણ સારૂ મુકાયા હતા.
– લંચના ખર્ચ ડબલ નથી મુકાતા ને???
કમિશનર કાર્યાલય દ્વારા લંચના ખર્ચ દર્શાવાયા છે તે સમયગાળામા અન્ય બે બ્રાંચોમાથી મીટીંગના લંચના ખર્ચ થયાનુ જણાવાયુ હતુ તો લંચ એક હોય ખર્ચ બે જગ્યાએથી મુકાય તેવુ તો નહી હોય ને??? કેમકે મીટીંગમા અધીકારીઓ તો એક સરખા જ હોય તો એક જ સ્થળેથી બીલ મુકાવા જોઇએ જોકે બીજી તરફ એ પણ સમજી શકાય કે એક જ લંચના બીલ બે ત્રણ બ્રાંચમાંથી ન મુકાયા હોય કેમકે મીટીંગ અલગ અલગ હોય શકે છે અને જો ભુલથી આવુ થયુ હોય તો એ તો ભુલ સુધારી શકાય પરંતુ અમુક શંકાશીલ લોકો આવા બિનજરૂરી આક્ષેપ કરતા સાંભળવા મળે છે અને લંચ જેવી બાબતમા કમિશનર કાર્યાલયને બીજી બ્રાંચો ઉપર ખર્ચની શંકા કરતા હોય છે જે ખરેખર પાયા વિહોણી છે તેમ પણ એક કર્મચારીએ કોઇ ખોટી બાબત ઢાંકવાના હેતુથી નહી સાચી વાત જણાવવાના ઉદેશ્યથી કહ્યુ હતુ.