Mysamachar.in-જામનગર:
લાખોની ગાડી ફેરવવી અને લૂખાગીરી કરવી હોય તે કેટલુ વાજબી ગણાય..આવી જ એક ઘટના જયારે પોલીસ ફરિયાદ દાખલ થઇ ત્યારે ઉજાગર થઇ છે, વાત એવી છે કે ધ્રોલ શહેરથી 15 કિલોમીટર દુર સણોસરા ગામના પાટીયા નજીક શીવમ હોટલની બાજુમા પારસ ફયુલ પેટ્રોલ પંપ આવેલ છે, તે પેટ્રોલપંપના ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે પોતે પેટ્રોલ પંપે નોકરી ઉપર હાજર હોય ત્યારે આગળ પાછળ નંબર પ્લેટ વગરની કાળા કલરની જીપ કંપાસ ફોરવ્હીલ ગાડીમા આવેલ વ્યક્તિએ ફરિયાદીને તેમની ગાડીમા ફુલ ટાંકી કરાવાનુ કહી તેને વિશ્વાસમા લઇ જીપ કંપાસના ચાલકે પોતાની ગાડીમા 5000 નુ ડીઝલ ભરાવી ભાગી જઈ અને વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.