જામનગરના લોકો ચેતે, ATM સેન્ટર પર કોઈનો ભરોષો કરવો નહિ 

આવી નોંધાઈ છે ફરિયાદ 

જામનગરના લોકો ચેતે, ATM સેન્ટર પર કોઈનો ભરોષો કરવો નહિ 
Symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં એટીએમ સેન્ટર પૈસા ઉપાડવા ગયેલ એક વ્યક્તિને પૈસા ઉપાડતા ના આવડતા બાજુમાં રહેલા એક અજાણ્યા ઇસમેં કાર્ડ બદલીને તેના ખાતામાંથી ચાલાકીથી રૂપિયા ઉપાડી લીધાનો કિસ્સો સામે આવ્યો છે, આ કિસ્સામાં ફરિયાદી મજુરીકામ કરતા અને મોટી બાણુંગારગામ, ઇન્દીરા સોસાયટી, રામદેવપીરના મંદીર પાસે રહેતા ભવાનભાઇ ભગવાનજીભાઇ પારીયા તેમની દીકરી જયશ્રીબેનના એસ.બી.આઇ. બેંકનુ એ.ટી.એમ કાર્ડથી જામનગર સજુબા ગર્લ્સ હાઇસ્કુલ પાસે રહેલ એસ.બી.આઇ. એ.ટી.એમમાથી રૂપિયા ઉપાડવા ગયેલ હોય અને પોતાને એ.ટી.એમ.મા થી રૂપિયા ઉપાડતા આવડતુ ના હોય જેથી તે એ.ટી.એમ. મશીન પાસે કોઇ અજાણ્યા ઇસમો હોય જેમાથી એક વ્યક્તીને એ.ટી.એમમા થી રૂપિયા ઉપડવા એ.ટી.એમ કાર્ડ આપતા આ કામના અજણ્યા ઇસમે ફરિયાદી ભવાનભાઈના એ.ટી.એમ કાર્ડ ના પાસવર્ડ જાણી અને એ.ટી.એમ કાર્ડ બદલાવી તેની દીકરીના એકાઉંટમાથી 22000 ઉપાડી લઇ લઇ છેતરપીંડી કર્યાની પોલીસ ફરિયાદ બાદ સાયબર સેલ વધુ તપાસ કરી રહ્યું છે.