Mysamachar.in-જામનગર:
હાઈવે પર બેફામ ગતિએ દોડતા વાહનો નાના વાહનચાલકોના જીવ લે છે અને આવી જ વધુ એક ઘટના ગતરાત્રીના ધ્રોલ રાજકોટ હાઈવે પર સામે આવી જ્યાં ટ્રાવેલ્સની બસે અડફેટ લેતા એક યુવક અને એક કિશોરનું મોત નીપજ્યાનું સામે આવ્યું છે, ધ્રોલ પોલીસ મથકે જાહેર થયેલ આ અકસ્માતની વિગતો મુજબ…
ધ્રોલ રાજકોટ હાઇવે રોડ સરમરીયા દાદાના મંદીર સામે રોડ ઉપર અલતાફ અલીભાઈ રાઠોડ ઉ.વ.25 તથા તેના માસીના દિકરા અસ્લમ મુસાભાઈ મકવાણા ઉ.વ.15 વાળો બન્ને જણા પોતાનુ મો.સા રજી GJ-10-BN-0781 નુ લઈને સરમરીયા દાદાના મંદીરની સામે આવેલ લીગલી કટ પસાર કરીને વાગુદડ તરફ જતા રોડ તરફ જવા નિકળેલ હોય ત્યારે હાઈવે રોડ પર ધ્રોલ તરફથી આવતી પટેલ ટ્રાવેલ્સ જેના રજી નં- GJ-01-DZ-4448 વાળાના ચાલકે પોતાની ટ્રાવેલ્સ બસ પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે ચલાવી આવી આ બન્નેના મોટરસાઈકલ સાથે અકસ્માત કરતા અલતાફ અલીભાઈ રાઠોડ તથા તેની પાછળ બેસેલ અસલમ મુસાભાઈ મકવાણા બન્નેને માથામા તથા શરીરે ગંભીર ઈજાઓ થતા મોત નિપજયાનું જાહેર થયું છે.પોલીસે ટ્રાવેલ્સ ચાલક સામે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.