લોકોના અભિપ્રાય, શહેરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાં મોટેભાગે મૂળ દુકાનદારની જગ્યાએ બીજા લોકો જ વહીવટ

હવે તો જાગો પુરવઠા તંત્ર..

લોકોના અભિપ્રાય, શહેરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાં મોટેભાગે મૂળ દુકાનદારની જગ્યાએ બીજા લોકો જ વહીવટ

Mysamachar.in-જામનગર

જામનગર શહેરમાં ચાલતી કેટલીક રાશનની દુકાનોમાં ખુબ મોટી લાલીયાવાડી ચાલે છે, અને તે લાલીયાવાડી પુરવઠા વિભાગ સહિતના લગત વિભાગોની મીઠી નજર સિવાય ચાલવું ખુબ અશક્ય છે, ત્યારે mysamachar આ મામલે લોકહિતમાં જે ખુલાસાઓ કરી રહ્યું છે, તેને સોશ્યલ મીડીયાના માધ્યમથી લોકોનો જબરો પ્રતિસાદ મળી રહ્યો છે. અને લોકો પોતાની હૈયાવરાળ mysamachar સુધી પહોચાડી રહ્યા છે, લોકોની આટલી વેદના છતાં પુરવઠા વિભાગ શા માટે કોઈ પગલા નહિ ભરતું હોય..?

હવેથી my samachar લોકોએ જે પોતાના પ્રતિભાવો રેશનવોર્ડની દુકાનોને લઈને, મામલતદાર કચેરી, પુરવઠા કચેરી અને સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ચાલી રહેલ ખેલને લઈને રજુ કર્યા છે તે ક્રમશ સમાચારના સ્વરૂપમાં પ્રસિદ્ધ કરશે... ત્યારે હજુ પણ લોકો આગળ આવે અને પોતાના હક્કો માટે જાગૃત બને તે અનિવાર્ય છે, તાજેતરમાં શહેરના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચના નંદાણીયા પણ લોકોની ફરિયાદો આવતા આગળ આવ્યા છે,

ના માત્ર રચનાબેન પરંતુ હવે ભાજપ કોંગ્રેસ અન્ય પક્ષાપક્ષી છોડી દરેક વોર્ડના સામાજિક કાર્યકરો, કોર્પોરેટરો, આગેવાનો, જાગૃત નાગરિકોએ પણ આગળ આવવું જોઈએ અને લોકોને તેનો હક્ક મળે તેવા પ્રયાસો કરવા જોઈએ... my samachar દ્વારા લોકોનો જે પ્રતિભાવો હવેથી પ્રસિદ્ધ કરવામાં આવશે તેમાં લોકોના નામોની ગુપ્તતા જાળવી અને તેના માત્ર પ્રતિભાવો પ્રસ્ત્તુત કરવામાં આવશે અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવશે..

- આજનો પ્રતિભાવ, જાગૃત નાગરિકની હૈયાવરાળ...અક્ષરશ:

શહેરી વિસ્તારમાંથી મોટેભાગે મૂળ દુકાનદારની જગ્યાએ બીજા લોકો જ વહીવટ કરતા હોય છે. જે તે કચેરી ના વહીવટી તંત્ર સાથે સંકળાયેલા હોય એટલે ગરીબોના ભાગનું અનાજ બારોબારીયું જ થાય અને જે દુકાનની આજુબાજુ માં રહેતા હોય એ લોકોને એમના ઘરથી ધણી દૂરની દુકાન આવું રાશન લેવા ફાળવી હોય એટેલે દુર સુધી વારંવાર ધક્કા ખવડાવતા હોય ના છુટકે પોતાનું અનાજ દેતાં હોય છે જે બારોબાર સગેવગે કરવામાં આવે.