જે ડ્રગ્સની 1 ગ્રામની કીમત 10,000 છે તે ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો

ના માત્ર બે ચાર લાઈન પરંતુ વિસ્તારથી અને સચોટ સમાચાર મેળવવા માટે આજે mysamachar.in ફેસબુક પેજને ફોલો કરો

જે ડ્રગ્સની 1 ગ્રામની કીમત 10,000 છે તે ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો
symbolic image

Mysamachar.in-જામનગર

સામાન્ય રીતે નશો કરવાની આદત ધરાવતા લોકો સામાન્ય રીતે દારૂનો નશો કરતા હોવાનું અત્યારસુધી સામે આવતું પણ છેલ્લા કેટલાક સમયથી નશાના બંધાણીઓ અલગ અલગ પ્રકારના અને મોંઘાદાટ નશાનું સેવન કરતા થયા છે, આવા અલગ અલગ પ્રકારના અલગ અલગ ડ્રગ્ઝની કીમત અલગ અલગ હોય છે અને માલેતુજાર લોકો આવા નશાનું સેવન કરતા હોય છે, એવામાં મેફેડ્રોન ડ્રગ્સએ એક મોંઘા પ્રકારનું ડ્રગ્સ છે, જેની 1 ગ્રામની કીમત 10,000 છે તે 27 ગ્રામના જથ્થા સાથે જામનગર SOG ટીમે એક શખ્સને ઝડપી પાડ્યો છે,

જામનગર શહેરના શાકમાર્કેટ મિનારાફળી પાસે વસવાટ કરતો સમીર ઉર્ફે જીમી ઉર્ફે સેમ મહેમુદભાઈ શેખ નામનો શખ્સ પોતાના પોતાના રહેણાંક મકાનમાં કેફી પદાર્થ મેફેડ્રોન પાવડર 27 ગ્રામ જેની કીમત 2,70,000 સાથે SOG ટીમે ઝડપી પાડી NDPS એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.