મોબાઈલની દુનિયામાં આગવું નામ ધરાવતા ઉમિયા મોબાઈલનો વધુ એક સ્ટોર જામનગરમાં ખુલ્લો મુકાયો

મોબાઈલની દુનિયામાં ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવામાં ઉમિયા મોબાઈલ સફળ 

મોબાઈલની દુનિયામાં આગવું નામ ધરાવતા ઉમિયા મોબાઈલનો વધુ એક સ્ટોર જામનગરમાં ખુલ્લો મુકાયો

Mysamachar.in-જામનગર:

આજના સમયમાં કોઈ હાથ સ્માર્ટફોન વિના જોવા મળતો નથી પરંતુ મોબાઈલ અને તેની એસેસરીઝની ગલીએ ગલીએ ખુલેલી દુકાનો અને સ્ટોર વચ્ચે હરીફાઈના વાતાવરણ વચ્ચે જામનગર અને રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં 47 મોબાઈલ સ્ટોર થકી ઉમિયા મોબાઈલ ગ્રુપ તેના ગ્રાહકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યું છે, અને માટે જ ગ્રાહકોનો પહેલો વિશ્વાસ એટલે ઉમીયા મોબાઈલ છે, એવામાં જામનગરના શહેરીજનોને મોબાઈલ અને એસેસરીઝની વિશાળ શ્રેણી મળી રહે તે માટે જામનગર ખાતે ઉમિયા મોબાઇલ ગ્રુપનો વધુ એક મોબાઇલ સ્ટોર શહેરના લીમડાલાઈન રાણી ટાવરની સામે આજે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અમિષભાઈ બદિયાણીનાં હસ્તે ખુલ્લો મૂકવામાં આવેલ,

આ સમયે ઉમીયા મોબાઇલનાં મોભી પ્રેમજીભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ, વિરાજભાઈ પટેલ (બંટીભાઈ), ગીરીશભાઈ પટેલ, ધર્મેશભાઈ રાયચુરા, માય સમાચારના દર્શન ઠકકર સહીતનાં અગ્રણીઓ હાજર રહ્યાં હતાં, Myphone ખાતેથી મોબાઇલ ફોન અને એસેસરિસને લગતા તમામ ગઝેટ કંપનીનાં ઓરીઝીનલ અને વ્યાજબી ભાવથી જામનગરના ગ્રાહકોને મળશે તેવી ખાત્રી ઉમીયા મોબાઇલ ગ્રુપનાં કિશોરભાઈ પટેલે આપી હતી.