વિશાલ કેશવાલા પર સૃષ્ટિવિરુદ્ધના કૃત્ય ઉપરાંત વધુ એક આરોપ...

વિશાલ જેલભેગો..

વિશાલ કેશવાલા પર સૃષ્ટિવિરુદ્ધના  કૃત્ય ઉપરાંત વધુ એક આરોપ...

mysamachar.in-જામનગર:
અમદાવાદના  વસ્ત્રાપુર પોલીસ મથકે  જામનગરના નામચીન બિલ્ડર પુત્ર વિશાલ કેશવાલા વિરુધ્ધ તેની પત્નીએ તાજેતરમાં જ ગાંજા સહિતના પદાર્થનું સેવન કર્યા બાદ વિકૃત માનસિકતા ધરાવતો વિશાલ  મુખમૈથુન કરાવીને શરીર સંબંધ બાંધતો હતો અને અન્ય યુવતીઓ સાથે સંબધો ધરાવતો હોવાના ગંભીર આક્ષેપો સાથે  નશીલા પદાર્થનો બંધાણી એવા વિશાલ કેશવાલા સામે સૃષ્ટિ વિરુધ્ધના કૃત્ય સહિતની કલમ હેઠળ કંટાળીને અંતે ફરિયાદ નોંધાવવા મહિલા મજબુર બની હતી 

 જામનગર અને અમદાવાદમાં બહુચર્ચિત આ  કિસ્સામાં વિશાલ કેશવાલા ઉપર તેની પત્નીએ ચોરી કર્યાનો પણ આરોપ મૂકીને લેપટોપ,દાગીના ચોરી કર્યાનો પણ ફરિયાદ મા ઉલ્લેખ કર્યાનું વસ્ત્રાપુર પોલીસ મથકના પીઆઈ જાડેજા એ ટેલીફોનીક વાતચીતમા જણાવ્યું હતું,પીડિત પત્નીની ફરિયાદ બાદ તપાસનીશ  અમદાવાદ પોલીસે ધરપકડ કરીને વિશાલ કેશવાલા સામે કાર્યવાહી કરી જેલ હવાલે કર્યો છે 

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે વિશાલ કેશવાલાની પત્નીએ પતિ સામે સૃષ્ટિ વિરુધ્ધની  કલમ 377 સહિતની કલમ હેઠળ  ફરિયાદ નોંધાવી છે પરંતુ  સ્ત્રી અત્યાચાર  કલમ 498 એનો કોઈ ઉલ્લેખ ન  હોવાથી પોલિસ દ્વારા વિશાલ કેશવાલાના પરિવારના અન્ય સભ્યોની અટકાયત કરવી કે તે મૂંઝવણ અનુભવી રહી છે.